નવી દિલ્હી.  બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત આમ તો સમાચારોમાં છવાયેલી રહે છે. વિવાદો સર્જીને તે સમાચારોમાં રહે છે.રાખી સાવંત ફરી અહેવાલોમાં ચમકી છે. હવે અભિનેત્રીએ દાવો કર્યો છે કે અંબાણી પરિવારે તેને ભેટમાં રૂપિયા ૫૦ કરોડની હીરાની વીંટી ભેટમાં આપી છે. રાખીના આ દાવાને કારણે સોશિયલ મીડિયા પર હલચલ સર્જાઈ ગઈ છે.

અભિનેત્રી અને બિગ બોસની પૂર્વ સ્પર્ધક રાખી સાવંતે સોમવારે પોતાના પૂર્વ પતિ રિતેશસિંહ સાથે મુંબઇ વિમાની મથકે દેખા દીધા હતા. સોશિયલ મીડિયા પર રાખીના અનેક વીડિયો સામે આવ્યા છે એક વીડિયોમાં તે પોતાની હીરાની મોટી વીંટી બતાવીને દાવો કરી રહી છે કે અંબાણી પરિવારે તેને તે વીંટી ભેટમાં આપી છે. વીંટી બતાવીને રાખી દાવો કરી રહી છે કે તે વીંટીમાં અભિનેત્રી સુસ્મિતા સેન કરતાં પણ મોટો હીરો છે. રાખીના તે વીડિયો પર યૂઝર્સ કમેન્ટ્સ કરી રહ્યા છે. વીડિયોમાં રાખી કહે છે કે, ‘અંબાણીજીએ મને તેમના પુત્ર અનંત અંબાણીના લગ્ન માટે આપી છે. આ તો માત્ર મોં જોયણું છે. સુસ્મિતા સેનથી પણ મોટી વીંટી મારી પાસે છે. તેમને કોણે વીંટી આપી હતી, ખબર નથી, કદાચ અનિલ અંબાણીએ આપી હતી. મને ખબર નથી. પરંતુ મને આ વીંટી અનંત અંબાણી અને રાધિકા માટે મળી છે. મારે બંનેના લગ્નમાં માત્ર પરફોર્મન્સ આપવાનું છે.’

રાખીના આ વીડિયો પર યૂઝર્સ અનેક ટિપ્પણી કરી રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ કરતાં કહ્યું છે કે, “રાખી મનોરંજનનું સારુ સાધન છે.” બાજી યૂઝરે લખ્યું કે, ‘રાખીના વીડિયો જોઈને મનને ખૂબ સારું લાગે છે.” એક યૂઝરે લખ્યું કે, ‘રાખીની કોમેડી જોઈને બધાએ કાંઈક શીખવું જોઈએ.’