Operation Sindoor : ભારતના પ્રહાર પર મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં આતંકી મૌલાના મસૂદ અજહરની પ્રતિક્રાયા સામે આવી છે. એક ચેનલને આપેલા નિવેદનમાં જણાવ્યુ છે કે, ‘હું પણ મરી ગયો હોત તો સારૂ હતુ.’ ઉલ્લેખનીય છે કે, ભારતની એર સ્ટ્રાઈકમાં મસૂદ અજહરના પરીવારના 10 લોકોના મોત થયા છે. અગાઉ પુલવામાં હુમલામાં આ જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટરમાં આંતકવાદીઓને ટ્રેનિંગ અપાઈ હતી અને તે બાદ પુલવામાં હુમલો કર્યો હતો. હવે ભારતે માત્ર પહેલગામ નહીં, પરંતુ પુલવામાંનો પણ બદલો લીધો છે.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આખરે પાકિસ્તાન પર હુમલો કર્યો છે. ભારત આજે દેશભરમાં એક મોક ડ્રીલ કરવા જઈ રહ્યું હતું, એટલે કે 7 મેના રોજ તેના થોડા સમય પહેલા પાકિસ્તાનના ઘણા ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ મિસાઇલોથી હુમલો કર્યો છે. આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના 10 એકરના વિસ્તારમાં હુમલો કર્યો છે. જેમાં જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર પણ ધ્વસ્ત થયુ છે.

આ હુમલામાં આંતરરાષ્ટ્રીય આતંકી મૌલાના મસૂદ અજહરના પરીવારના 10 લોકોના મોત થયા છે. મસૂદે એક ચેનલને ઈન્ટરવ્યુ આપતા પોતે પણ માર્યો ગયો હોત તો સારૂ, તેમ જણાવ્યુ છે. આંતરરાષ્ટ્રીય રીતે મસૂદ અજહરને આંતકવાદી ઠેરવ્યો છે. જેને પાકિસ્તાને ઉછેર્યો હતો.
Operation Sindoor અંતર્ગત આ વખતે ભારતે પાકિસ્તાનના કેટલાક હિસ્સાઓમાં જઈ એર સ્ટ્રાઈક કરી છે. અગાઉ માત્ર PoKમાં ભારત જવાબ આપતુ હતુ, આ વખતે સૌથી અલગ રીતે નવા ભારતનો અહેસાસ કરાવી દેવાયો છે.
આ પણ વાંચો..
- Aishwarya Sharma: પતિ નીલથી અલગ થવા પર ઐશ્વર્યા શર્માએ તોડ્યું મૌન, કહ્યું- હા, મેં અલગ ઘર ભાડે લીધું છે, પણ..
- પાકિસ્તાનમાં ભારતીય સેનાના હવાઈ હુમલા બાદ PCBનું નિવેદન, PSL વિશે મહત્વપૂર્ણ માહિતી
- Shahbaz sharif: પાછળથી એક કાગળનો ટુકડો આવ્યો અને શાહબાઝ શરીફ પાકિસ્તાનની સંસદમાંથી બહાર દોડી ગયા
- Amit Shah: ઓપરેશન સિંદૂર પાછી પિક્ચર હજી બાકી છે… અમિત શાહે અર્ધલશ્કરી દળોની રજા રદ કરી
- Rohit Sharma એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, ભાવનાત્મક પોસ્ટ સાથે કહ્યું અલવિદા