ભારતીય સેનાએ પાકિસ્તાનના જુદા જુદા વિસ્તારોમાં આવેલા આતંકી હુમલો કર્યો છે. Operation SINDOOR હેઠળ શરૂ કરેલા હુમલામાં પાકિસ્તાનમાં અનેક આતંકી સંગઠનોના આતંકીઓ માર્યા ગયા છે. આ બાદ ભારતે સુરક્ષાને ધ્યાને રાખી 5 એરપોર્ટ બંધ કર્યા છે.
પાકિસ્તાન સમર્થક આતંકીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો કરાયો હતો અને તેમાં નિર્દોષ ભારતીયોના મોત થયા હતાં. આ ઘટનાથી દેશભરમાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો. હવે ઘટના બાદ ભારત સરકાર ધ્વારા પાકિસ્તાન પર આજે મોડી રાતે હુમલો કરાયો છે.
Operation SINDOOR હેઠળ શરૂ કરાયેલી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનના બહાવલપુર, મુરિદકે, બાગ, કોટલી અને મુજ્જફરબાદમાં આતંકી અડ્ડાઓ પર મિસાઈલ હુમલો કર્યો છે
જેમાં 30થી વધુ લોકો માર્યા ગયાની માહિતી સામે આવી રહી છે. PM મોદી અને ટોચના મંત્રીઓ સહિત રક્ષા ક્ષેત્રના ઉચ્ચાધિકારીઓ આ કાર્યવાહી અંગે પળેપળ અપડેટ મેળવી રહ્યા છે. આ વચ્ચે ભારત સરકાર ધ્વારા જમ્મુ, શ્રીનગર, લેહ, ધર્મશાલા અને અમૃતસર એરપોર્ટ બંધ કર્યા છે. સુરક્ષા વ્યવસ્થા ધ્યાને રાખી હાલ પાંચેય એરપોર્ટ બંધ કરાયા છે.