તમારી સીટ બૂક કરી લોક, કેમકે ફુક્રાઓ તેમના સૌથી વધુ રાહ જોવાતી “ફુક્રે 3”ના પ્રિમિયરને લઇને એન્ડપિક્ચર્સ પર આવી રહ્યા છે. હાસ્યથી ભરપૂર રાઈડ અને ખુશી, મિત્રતા અને અનઅપેક્ષિત વણાંકોથી ભરેલી ઘટનાઓ.. કોમિકલ ગેરસમજણથી લઇને દિલધડક સ્ટંટ સુધી, ફુક્રે ગેંગ એ તેની નાનામાં નાની બાબતોમાં પણ હાસ્યની સાથોસાથ કોઈપણ મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં એકબીજાને સહયોગ આપીને એકજૂટ રહેવા કહે છે.

મચેગી ફુલ ઓન મસ્તી જબ આયેંગ યેં ફુક્રો કી ટોલી! એન્ડપિક્ચર્સ તમારા ચહિતા હની, ચૂચા, લાલી અને પંડિતજી તથા તેમના હંગામાને તમારી ટીવી સ્ક્રીન પર લાવી રહ્યું છે. આખા સપ્તાહની દોડધામમાંથી બ્રેક લઇને એક સરળ, હળવાશભર્યું મનોરંજન માણવું હોય તો, “ફુક્રે 3” એ ગેરંટી છે, એક મસ્તીભર્યા અનુભવની જે દરેકના ચહેરા પર સ્મીત લાવી અને તમારી રવિવારની બપોરને સારી બનાવશે.

રિચા ચઢ્ઢા કહે છે, “ફુક્રે એ મારા દિલમાં હંમેશા ખાસ સ્થાન ધરાવે છે અને દરેક ભાગમાં દર્શકોના પ્રતિસાદ જોવાની મજા આવે છે. ભોલી પંજાબનના મારા પાત્રને જીવન કરવાની ખૂબ જ મજા આવી છે, દરેક ફિલ્મમાં કંઈક નવું ઊંડાણ શોધવાની તથા તેમાં થોડી જટિલતાથી આગાળ વધતા શિખવ્યું છે. ત્રીજી વખત સેટ પર આવી, ફુક્રે પરિવારની સાથે ફરીથી જોડાઈને ઘરે પરત ફર્યા જેવું લાગે છે, કેમકે વર્ષોથી અમે એકબીજાની સાથે આગળ વધ્યા છીએ તો હવે એન્ડપિક્ચર્સ પર ફરી એક વખત “ફુક્રે 3”નો જાદુ દર્શકો પર કરવા માટે તૈયાર છીએ.”

પુલકિત સમ્રાટ પ્રતિભાવ આપે છે કે, “ફુક્રે ફ્રેન્ચાઈઝીની દરેક ફિલ્મમાં મારા માટે ઘણું શિખવાનું છે, તેને મને મારા પાત્ર હનીને ઊંડાણપૂર્વક વિકસાવવામાં મદદ કરી છે. દરેક આવૃતિ, એ મને મારી મર્યાદાને આગળ વધારી અને કંઈક નવું કરવા આગળ વધાર્યો છે. દરેકે દરેક પાત્ર માટે અમારા ચાહકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે, જે એક ડ્રાઈવિંગ ફોર્સ છે અને અમારું શ્રેષ્ઠ આપવા પ્રેરણા આપે છે. ફુક્રે 3 હવે એન્ડપિક્ચર્સ પર પ્રિમિયર માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે હું દર્શકોને તેમના માટે લાવેલા નિર્મળ મનોરંજનને રજૂ કરવા વધુ રાહ નથી જોઈ શકતો.”

બહુર્વિધ પંકજ ત્રિપાઠી કહે છે, “ફુક્રે ફ્રેન્ચાઈઝીની સાથે કોમેડીના વિશ્વમાં પ્રવેશવાથી મને ખૂબ જ ખુશી મળે છે. પંડિત જી, એ હંમેશા મારા દિલમાં એક ખાસ અને યાદગાર પાત્ર તરીકે જડાયેલું છે. ફુક્રે 3 એ એક ખુશાલ ટ્રીટ છે, તે હાસ્ય, અદ્દભુત કેમિસ્ટ્રી અને અદ્દભુત જોક્સથી ભરપૂર છે. થીએટરમાં દર્શકોનું મનોરંજન કર્યા બાદ, અમારી ફુક્રે ગેંગ એ વધુ ક વખત એન્ડપિક્ચર્સ પ્રિમિયરની સાથે બધાના ચહેરા પર સ્મીત લાવવા તૈયાર છે.”

ચહિતી કોમેડી ફ્રેન્ચાઈઝીની પાછળનું દ્રષ્ટિકોણ રજૂ કરતા, મૃઘદીપ લાંબા કહે છે, “ફ્રુક્રે 3નું ડિરેક્ટિંગ એ એક રિવોર્ડિંગ પ્રવાસ રહ્યો છે. આવા પાત્રો જીવનમાં ફક્ત એક જ વખત આવે છે, જે મને ગર્વ અપાવે છે અને હવે, એન્ડપિક્ચર્સ પ્રિમિયરની સાથે, હું પ્રેક્ષકો માટે આ સાહસમાં અમારી સાથે જોડાવા અને અમારા પ્રિય ફુક્રે પરિવાર સાથે પણ કેટલાક વાસ્તવિક વાર્તાને રજૂ કરવા ઉત્સાહિત છું.”

વરુણ શર્મા કહે છે, “ચૂચાનું પાત્ર કરવાનો અનુભવ મારા માટે હંમેશા જીવન બદલાવનારો બની રહ્યો છે. આ ફિલ્મ અને પાત્ર દ્વારા મને મારી પ્રતિભા દર્શાવવાનો મોકો મળ્યો છે. મારી છેલ્લી બે ફિલ્મોમાં ફુક્રે 3માં ચૂચા એ સતત હાસ્ય લાવે છે અને હું મારા પાત્રનો આભારી છું કે, તેને હંમેશા દર્શકોનો પ્રેમ અને વહાલ મળ્યો છે. ફુક્રે 3 એ મિત્ર અને પરિવારની સાથે માણવા જેવી ફિલ્મ છે અને હું એન્ડપિક્ચર્સ પર તેના પ્રિમિયમ માટે ખૂબ જ ઉત્સાહિત છું.”
મનજોત સિંઘ કહે છે, “લાલીનું મારું પાત્ર એ ઘણા લોકોની સાથે જોડાયેલું રહે છે, જે તેના પરિવારમાં આ પાત્ર જેવું અનુભવે છે અને તેથી જ તે મારા માટે ખાસ છે. ફુક્રે 3 એ એક મસ્તીભરી ફિલ્મ છે અને લાલી તેનું મનોરંજન છે, જે હંમેશા તેના મિત્રના પાછળ રહે છે. હું ખૂબ જ ઉત્સાહિત છું કે, દર્શકોને જ્યારે તે એન્ડપિક્ચર્સ પર પ્રિમિયર થશે ત્યારે તેમના ઘરોમાં આરામથી ફિલ્મનો આનંદ માણવાની તક મળશે.”

આ એક સારી રીતે લખાયેલી, મસ્તીભરી ગેંગ અને જોરદાર વન-લાઈનર્સ સાથેની કોમિક મનોરંજક વાર્તા છે, ફુક્રે 3 એ હસાવી- હસાવીને તમારી આંખમાં આંસુ લાવી દેશે. ફુક્રે ફ્રેન્ચાઈઝીના પહેલા બે પ્રિક્વલ્સ બાદ ફુક્રે 3 તમને જોક્સની સાથે પ્રવાસ પર જવા તૈયાર છે.

જોતા રહો, એન્ડપિક્ચર્સ અને તમારા ચહિતા લોકોની સાથે “ફુક્રે 3”ના જાદુને અનુભવો આ રવિવાર, 19મી મે બપોરે 12 વાગે