Bhupesh baghel: પૂર્વ CM ભૂપેશ બઘેલ, વિનોદ વર્મા, દેવેન્દ્ર યાદવ, 1 પૂર્વ IAS અને 4 IPS સહીત અનેક સ્થાનો પર સીબીઆઈનો દરોડો છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના રાયપુર અને ભિલાઈ સ્થિત નિવાસસ્થાને આજે વહેલી સવારે CBIની ટીમે દરોડો પાડ્યો. આ ઉપરાંત, તેમના પૂર્વ રાજકીય સલાહકાર અને વરિષ્ઠ પત્રકાર વિનોદ વર્મા, IPS શેખ આરિફ, IPS આનંદ છાબડા, IPS અભિષેક મહેશ્વરી, IPS અભિષેક પલ્લવ, પૂર્વ IAS અનિલ તૂટેજા, એડિશનલ એસપી સંજય ધ્રુવ, IPS પ્રશાંત અગ્રવાલ અને કોંગ્રેસ ધારાસભ્ય દેવેન્દ્ર યાદવના સ્થાનો પર પણ CBIએ દરોડા પાડ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ CM ભૂપેશ બઘેલ, નેતાઓ અને અધિકારીઓના સ્થાનો પર આ કાર્યવાહી મહાદેવ સટ્ટા એપ કૌભાંડ સાથે સંકળાયેલ છે.

CBIની કાર્યવાહીને લઈને ભૂપેશ બઘેલની પ્રતિક્રિયા

ભૂપેશ બઘેલે આ કાર્યવાહી અંગે X (ટ્વિટર) પર પોસ્ટ કરી કે, “હવે CBI આવી ગઈ છે.” તેમણે જણાવ્યું કે આગામી 8 અને 9 એપ્રિલે અમદાવાદ (ગુજરાત)માં થનારી AICCની બેઠક માટે રચાયેલી “ડ્રાફ્ટિંગ કમિટી”ની મીટિંગ માટે તેઓ આજે દિલ્હી જવાના હતા. પરંતુ તે પહેલાં જ CBIની ટીમ રાયપુર અને ભિલાઈ ખાતે પહોંચી ગઈ.