Rathyatra:

આજે અષાઢી બીજનાં દિવસે અમદાવાદમાં ભગવાના જગન્નાથની 147મી રથયાત્રા નીકળવા જઈ રહી છે. સવારથી ભગવાનના દર્શન માટે ભક્તોની લાઇન લાગી છે.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યાએ નીકળી પડ્યા છે. ભારતની સૌથી મોટી રથયાત્રા જગન્નાથપુરીમાં નીકળે છે ત્યારબાદ અમદાવાદમાં નીકળી રથયાત્રા દેશની બીજી સૌથી મોટી રથયાત્રા છે. આજે ભગવાન સાક્ષાત ભક્તોનાં દુખ દૂર કરવા રસ્તે નીકળે છે. 1878માં શરૂ થયેલી આ રથયાત્રા અમદાવાદની આસ્થાનું પ્રતિક છે.

સરસપૂરમાં ભક્તોનું ઘોડાપૂર

રથયાત્રા જેવી સરસપૂર પહોંચી એવા તરત હજારોની સંખ્યામાં ભક્તોનો યાત્રામાં ઉમેરો થયો હતો.

રથયાત્રા દરમિયાન ઈમરજન્સી કોલ

અમદાવાદ રથયાત્રા દરમિયાન ઈમરજન્સી કોલ પણ નોંધવામાં આવ્યા હતા. જેમાં ઉલ્ટી અને પેનિક અટેક જેવા કેસ નોંધવામાં આવ્યા છે. દર્દીઓને 108 દ્વારા ઉપચાર આપવામાં આવ્યો છે.

ત્રણેય રથ સરસપૂર પહોંચ્યા

ત્રણેય રથ દોઢ વાગ્યાની આસપાસ સરસપૂર પહોંચ્યા હતા. અહીં ત્રણેય રથ એક કલાક રોકાયા પણ હતા. રથનાં રુટમાં આવતા દરેક ચાર રસ્તા પર ભક્તોની ભીડ એકઠી થયેલી જોવા મળે છે. ભક્તિ, શક્તિ અને ભજન સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા ખાડિયા પહોંચી હતી. બપોરનાં સમયે ભગવાન જગન્નાથનાં રસોડામાં હલચલ જોવા મળી હતી. પ્રસાદ લેવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી. પ્રસાદ લઈને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા.

ભજન મંડળીઓ પહોંચી રાયપુર ચકલા

ભગવાન જગન્નાથની ભક્તિ કરવા ભજન મંડળીઓ રાયપુર ચકલા પહોંચી હતી. અખાડા સાથે ચાલતા ચાલતા ઘણા લોકોએ કરતબ દેખાડ્યા હતા.