Rathyatra: અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની ૧૪૭ની રથયાત્રા યોજવામાં આવી છે. સવારમાં ૭ વાગ્યાથી જ જગતના નાથ બહેન અને ભાઈની સાથે નગરચર્યાએ નીકળ્યા છે. સવારે ૪ વાગ્યે અમિત શાહે મંગળા આરતી કરી હતી. સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલે પહિન્દ વિધિ કરી હતી.

બપોરે દોઢ વાગ્યાની આસપાસ રથયાત્રા મામાનાં ઘરે પહોંચી હતી અને હવે ત્યાં મામેરું ભરવામાં આવશે. ભાણેજના સ્વાગત માટે સરસપૂરમાં તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. રથની સાથે હજારનો સંખ્યામાં ભક્તો પણ આગળ વધી રહ્યા છે.

બળાત્કારનાં કેસમાં જેલના સળિયા ગણી રહેલા આસારામનો ટેબલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.  આસારામનાં સમર્થક એના ફોટો સાથે રથયાત્રામાં જોડાયા છે. દાહોદ, જાલોદ, લીમડી સહિત દરેક ક્ષેત્રમાં ભવ્ય રથયાત્રા જોવા મળી છે. હનુમાન બજાર સ્થિત રણછોડજીનાં મંદિરથી પણ રથયાત્રા નીકળી હતી.

ભગવાન જગન્નાથનો રથ 12 વાગ્યે કાલુપુર પહોંચ્યો હતો. રસ્તા પર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સાથે જ ચારો તરફ ભગવાનનાં નામની ગુંજ જોવા મળી હતી. ભાણેજનાં સ્વાગત માટે મામાનાં ઘરે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મામાનાં ઘરે ભાણેજ થોડો સમય આરમાં પણ કરશે.

સરસપૂરમાં હજારો લોકોની પ્રસાદીની વ્યવસ્થા

સરસપૂરમાં વર્ષોથી હજારો લોકોની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં 10થી વધારે પોળોમાં ભગવાન માટે પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ ફૂલવડી અને મોહનથાળનો આનંદ ઉઠાવતા જોવા મળશે. સરસપૂરમાં ભગવાનનાં મોસાળમાં કોઈ ભક્ત ભૂખ્યો ન રહે તેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. ભગવાનની રથયાત્રામાં હજારોની જનમેદની ઉમટી પડી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાડા અને કરતબ જોવા મળી રહ્યા છે.