Surat: સુરતમાં છોકરીઓની છેડતીની એક હચમચાવનારી ઘટના સામે આવી છે. અમન સોસાયટી માં બાળકીઓની છેડતી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. પોલીસનો જાણે કોઈ ડર ના હોય. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, આવતી જતી છોકરીઓની છેડતી કરતા એક શખ્સ નજરે પડ્યો છે. ઉધના પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં જ આવી ઘટના બનતા ચકચારી મચી છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં દીકરીઓની છેડતીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે સુરતમાં એક સોસાયટીમાં અસામાજીક તત્વ સીસીટીવીમાં કેદ થયો છે. જે રસ્તા પર આવતી જતી છોકરીઓની છેડતી કરતો જોવા મળી રહ્યો છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.