Surat: સુરતના કતારગામ વિસ્તારમાં પાટીદાર સમાજની શિક્ષિકાના આપઘાત કેસમાં નવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના 3000 પાનાના રિપોર્ટ અને મોબાઇલ ફોનમાંથી મળેલી ચેટ્સ મુજબ, મૃતક શિક્ષિકા અને એક કિશોર વચ્ચે શારીરિક સંબંધો બાંધાયા હતા તેમજ ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો. આના આધારે હવે કેસમાં બળાત્કાર અને ગર્ભપાત કરાવવાની કલમો ઉમેરવાની માંગણી ઉઠી છે.
મૂળ ફરિયાદ પક્ષના વકીલે ગુરુવારે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી સમગ્ર વિગતો જાહેર કરી હતી. વકીલના જણાવ્યા મુજબ, શિક્ષિકાનો મોબાઇલ ફોન તપાસ માટે FSLમાં મોકલાયો હતો. તપાસ રિપોર્ટમાં જીમેઇલ મારફતે થયેલી ચેટ્સ સામે આવી છે, જેમાં શિક્ષિકા અને કિશોર વચ્ચેના શારીરિક સંબંધ, ગર્ભધારણ તેમજ ગર્ભપાત કરાવવાની વાતોનો ઉલ્લેખ છે.
રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે બંને વચ્ચે અનેકવાર શારીરિક સંબંધ થયા હતા, જેના પરિણામે શિક્ષિકા ગર્ભવતી બની હતી અને ત્યારબાદ તેનો ગર્ભપાત કરાયો હતો. આ ઉપરાંત, શિક્ષિકાને ક્યારેક નશીલા પદાર્થ પણ આપવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. આ નવા પુરાવાઓ બાદ વકીલે કોર્ટમાં અરજી કરીને આરોપી સામે બળાત્કાર અને ગર્ભપાત કરાવવાની કલમો ઉમેરવા માગણી કરી છે. હવે આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરના રોજ યોજાશે. નવા ખુલાસા બાદ કેસમાં નવો વળાંક આવ્યો છે અને આરોપી સામે વધુ કડક કાર્યવાહી થવાની શક્યતાઓ વધી છે.
શું છે સમગ્ર કેસ?
કતારગામ વિસ્તારમાં ટ્યુશન લેતી 19 વર્ષની શિક્ષિકાએ એક યુવક દ્વારા થતા બ્લેકમેઇલિંગથી કંટાળી આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ સિંગણપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે એક વિકૃત યુવક શિક્ષિકાને વારંવાર પરેશાન કરતો હતો અને બ્લેકમેઇલ કરીને માનસિક ત્રાસ આપતો હતો. અંતે આ ત્રાસથી કંટાળીને યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
જો કે શરૂઆતમાં સ્પષ્ટ ન હતું કે યુવક કોણ છે અને તે કઈ બાબતે બ્લેકમેઇલ કરતો હતો. બાદમાં આ કેસને લઈને સામાજિક અગ્રણી વિજય માંગુકિયાએ સીધા મુખ્યમંત્રીને પત્ર લખી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં કેસ વધુ ચર્ચામાં આવ્યો હતો. તેમાં શિક્ષિકાને વારંવાર માનસિક ત્રાસ અને બ્લેકમેઇલ કરવાના આરોપો પણ મૂકવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
- Lakshmi pooja: લક્ષ્મી પૂજાનો શુભ સમય આ સમયે શરૂ થશે, પૂજા પદ્ધતિ જાણો
- Diwali: રજનીકાંત પોતાના ચાહકોને મળવા માટે ઘરની બહાર નીકળ્યા, શિલ્પાએ રંગોળી બનાવી; સેલેબ્સ આ રીતે દિવાળી ઉજવી રહ્યા છે
- Aleema khanum: ઇમરાન ખાનની બહેન મુશ્કેલીમાં, ATCએ ધરપકડનો આદેશ આપ્યો
- China: ચીનની આર્થિક મંદી વચ્ચે, સીપીસી એક મહત્વપૂર્ણ બેઠક, ટ્રમ્પ ટેરિફ અને લશ્કરી ઉથલપાથલ સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત
- Trump: ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાને ટેરિફની ધમકીને કારણે સંઘર્ષ બંધ કર્યો, વિમાન તોડી પાડવાનો દાવો