Surat News: ગુજરાતના સુરત શહેરની એક અદાલતે શનિવારે જૈન સમુદાયના દિગંબરા સંપ્રદાયના સાધુને 19 વર્ષની છોકરી પર બળાત્કાર કરવા બદલ દસ વર્ષની જેલની સજા ફટકારી છે અને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ ઘટના સાત વર્ષ પહેલા બની હતી. જેનો ચુકાદો હવે આવી ગયો છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એ.કે.શાહે આરોપી સાધુ શાંતિ સાગર મહારાજ (56)ને કૉલેજની વિદ્યાર્થિની પર બળાત્કાર કરવાના આરોપમાં દોષિત જાહેર કર્યાના એક દિવસ પછી સજા સંભળાવી હતી.
કેસ વિશે માહિતી આપતાં સરકારી વકીલ નયન સુખડાવાલાએ જણાવ્યું હતું કે પીડિતા અને ફરિયાદ પક્ષના અન્ય સાક્ષીઓના નિવેદનો સિવાય મેડિકલ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજમાંથી મળેલા પુરાવાના આધારે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો.
પીડિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આ ઘટના ઓક્ટોબર 2017માં સુરતની જૈન ધર્મશાળામાં બની હતી. અગાઉ આરોપી સાધુએ પીડિતાનો મોબાઈલ નંબર મેળવીને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આરોપીએ પીડિતાનો મોબાઈલ નંબર તેના પિતા પાસેથી મેળવ્યો હતો. જે તેના શિષ્ય હતા.
પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાનો પરિવાર વડોદરાનો રહેવાસી છે અને ઘટનાના દિવસે 1 ઓક્ટોબર 2017ના રોજ તેઓ વડોદરાથી Suratના મહાવીર દિગંબર જૈન મંદિરે સાધુના દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન પીડિતા તેના પિતા અને મોટા ભાઈ સાથે ગઈ હતી. સુરત પહોંચ્યા બાદ તેઓ જૈન ધર્મશાળા ગયા જ્યાં આરોપી સાધુ રહેતો હતો.
જૈન ધર્મશાળા પહોંચ્યા બાદ આરોપી સાધુએ પીડિતાના પિતા અને તેના ભાઈને અલગ-અલગ રૂમમાં બેસાડ્યા અને મંત્રોચ્ચાર કરીને કેટલીક ધાર્મિક વિધિઓ કરવા કહ્યું. તેમજ જ્યાં સુધી તે બહાર આવવા દે નહીં ત્યાં સુધી અંદર બેસી રહેવા કહ્યું.
આ પછી તે તે રૂમમાં ગયો જ્યાં યુવતી એકલી બેઠી હતી. ત્યાં જઈને તેણે યુવતી પર બળાત્કાર કર્યો અને ચેતવણી આપી કે જો તે વિરોધ કરશે તો તેના પરિવારના સભ્યોને ગંભીર પરિણામ ભોગવવા પડશે. આ સાથે આરોપીએ તેને એમ પણ કહ્યું કે જ્યારે પણ તે ફોન કરે ત્યારે તેણે (પીડિતા) તેને મળવા આવવું પડશે.
એડવોકેટ સુખડવાલાએ કહ્યું કે શાંતિસાગર ઓક્ટોબર 2017થી એટલે કે લગભગ આઠ વર્ષથી જેલમાં છે. તેથી હવે તેણે તેની સજાનો બાકીનો સમયગાળો એટલે કે અઢી વર્ષની જેલની સજા ભોગવવી પડશે. તેણે કહ્યું કે ફરિયાદ પક્ષે કોર્ટમાં પીડિતને થયેલા માનસિક અને શારીરિક આઘાતને ટાંકીને દોષિતને આજીવન કેદની સજાની માંગ કરી હતી. જોકે કોર્ટે તેને 10 વર્ષની સજા ફટકારી હતી.