AAP Dharmesh Bhanderi: હીરા ઉદ્યોગ પાછલા ઘણા સમયથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. રાજ્ય સરકાર પણ હીરા ઉદ્યોગને વ્યવસ્થિત પેકેજ આપવાને બદલે લોલીપોપ જ પકડાવે છે. ખાસ કરીને રત્ન કલાકાર ભાઈઓને વર્ષોથી ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. સરકારના બહેરા કાને ગરીબ રત્ન કલાકારોની સાદ સુધ્ધાં સાંભળતો નથી અને સરકાર ફક્ત તાયફા અને પોતાની જ વાહવાહી કરવામાં મસ્ત મગન છે.
આટલી ભયંકર પરિસ્થિતિ જોતા આમ આદમી પાર્ટીએ અગાઉ પણ સરકાર પાસે રત્ન કલાકારો માટે વિશેષ પેકેજની માંગ કરી હતી, અને હજુ પણ તેમની લડત ચાલુ જ છે. રત્ન કલાકારોના બાળકોને ફી માં રાહત, આર્થિક પેકેજ જેવી ઘણી માંગ આમ આદમી પાર્ટી વતી અગાઉ કરવામાં આવી હતી. આ લડતમાં અનુસંધાને આવતીકાલે શનિવારના રોજ આમ આદમી પાર્ટી તરફથી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ’આપ’ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં ’રત્ન કલાકાર અધિકાર યાત્રા’ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જોકે આ યાત્રા પૂર્વે જ આમ આદમી પાર્ટીની લડતના અંતે આજરોજ સરકાર તરફે રત્ન કલાકારોના સંતાનોને ફી માં રાહત પેટે આવેલી કુલ 70,000 ઉપરાંતની અરજીઓ પૈકી 50,000 થી વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી(AAP) સુરત શહેર પ્રમુખ Dharmesh Bhanderiએ જણાવ્યું હતું કે, આ આમ આદમી પાર્ટીની જીત છે. આમ આદમી પાર્ટી રત્ન કલાકાર ભાઈઓ માટે સતત સંઘર્ષશીલ રહી છે. તેમના હક્ક અને અધિકાર માટે લડત ઉપાડતી આવી છે. આ આમ આદમી પાર્ટીની લડતનું જ પરિણામ છે કે સરકારે સહાયની 50 હજાર કરતા વધારે અરજીઓ મંજૂર કરી છે. હીરાઉદ્યોગને મજબૂત કરવા માટેનો આ લડાઈ હજુ પણ ચાલુ રહેશે , જે રત્નકલાકારોએ આ ઉદ્યોગને ચમક આપી છે એવા રત્નકલાકારોના પરિવારને સુરક્ષા આપવા માટે સરકાર પાસે નથી. કોઈ નકકર આયોજન કે નથી કોઈ સચોટ નીતિ. હીરા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી સક્ષમતા સાથે સરકારને મજબૂર કરશે.
આમ આદમી પાર્ટીની આ જીત બદલ આજે સાંજે પાર્ટીના અગ્રણીઓએ વરાછા મીની ખાતે ફટાકડા ફોડી ઉજવણી પણ કરી હતી.