Surat: આજકાલ ઈન્ટરનેટ પર વાયરલ થવા માટે લોકો પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકતાં રહે છે. તાજેતરમાં સુરતમા એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રિક્ષાનું સ્ટિયરિંગ 3 વર્ષના બાળકને સોંપવામાં આવ્યું અને તેણે રિક્ષા ચલાવી. આટલું જ નહીં પાછળ એક 8 વર્ષનો બાળક પણ બેઠો છે.
માત્ર ત્રણ વર્ષનો બાળક ભીડ અને જાહેર રસ્તાઓ પર રિક્ષા ચલાવીને લોકો અને બાળકોના જીવ જોખમમાં મૂકે છે.
સુરતના અમરોલી વિસ્તારનો વાયરલ વીડિયો સામે આવ્યો છે. અમરોલી પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે રિક્ષા માલિક સામે BNS 281 અને MV એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. રીક્ષા માલિક સામે કાર્યવાહી કરી માફી મંગાવી હતી.