Suratમાં ખંડણી પ્રકરણમાં પકડાયેલ આરોપી કોર્પોરેટર રાજુ મોરડીયાને આમ આદમી પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. આમ આદમી પાર્ટી(AAP)એ રાજુ મોરડીયા વિરુદ્ધ ફરીયાદો આવતા પાર્ટીમાંથી 21 એપ્રિલ 2023માં કાઢી મૂક્યા હતા. હકીકતમાં તારીખ 21 એપ્રિલ 2023ના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ સામૂહિક નિર્ણય લીધો હતો અને રાજુ મોરડીયાને પાર્ટી તમામ પદ પરથી હાંકી કાઢ્યા હતા. હકીકતમાં તે સમયે પાર્ટીએ પોતાના લેટરહેડ પર સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ પાસેથી પૈસા લઈને આમ આદમી પાર્ટીના બીજા કોર્પોરેટરને લાલચ અને દબાણ આપતા પાર્ટી વિરોધી ભ્રષ્ટ કોર્પોરેટર કનું ગેડીયા અને કોર્પોરેટર રાજેશ મોરડીયાને પાર્ટીએ તમામ પદ પરથી હાંકી કાઢ્યા છે.

અને ત્યારબાદ જો હાલ સુરતના ખાંડણી પ્રકરણમાં પકડાયેલ આરોપી કોર્પોરેટર રાજુ મોરોડીયા દ્વારા કોઈપણ સારું ખરાબ કામ કરવામાં આવે છે તો તેને આમ આદમી પાર્ટી સાથે કોઈ નિસબત નથી. આમ આદમી પાર્ટી પહેલાથી જ તેમના ભ્રષ્ટ આચરણને ઓળખીને તેમને પોતાનાથી દૂર કરી ચૂકી છે. માટે હાલ જે ખંડણી પ્રકરણમાં તેમનું નામ આવ્યું છે તેની સાથે આમ આદમી પાર્ટીને કોઈ લેવાદેવા નથી. આમ આદમી પાર્ટી હમેશા ઈમાનદાર અને સ્વચ્છ છબી ધરાવતા લોકોની પાર્ટી રહી છે અને અમે હંમેશા માંગણી કરી શકે કોઈપણ વ્યક્તિ જો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાય છે તો તેના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને તેને દાખલારૂપ સજા થવી જોઈએ.