Vinesh phogat: ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગટને ગેરલાયક ઠેરવ્યા બાદ હવે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ચંદીગઢના એક પત્રકારે તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી હતી. વિનેશ ફોગાટને ડીહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વિનેશને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર મળ્યા બાદ પીટી ઉષા અને ભારતીય અધિકારીઓની ટીમ તેને મળવા હોસ્પિટલ પહોંચી રહી છે.

ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ વજન વધવાને કારણે પેરિસ ઓલિમ્પિક 2024માં અયોગ્ય થવાનું દુ:ખ સહન કરી શકી નહીં. વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

શરીરમાં ડીહાઈડ્રેશનના કારણે વિનેશ હોસ્પિટલમાં દાખલ છે. વિનેશને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર મળ્યા બાદ પીટી ઉષા અને ભારતીય અધિકારીઓની ટીમ તેને મળવા હોસ્પિટલ પહોંચી રહી છે.

વજન વધ્યા બાદ ડીહાઈડ્રેશનને કારણે હોસ્પિટલમાં દાખલ
વાસ્તવમાં, પેરિસ ઓલિમ્પિક 2024ના 12માં દિવસે ભારતીય રેસલર વિનેશ ફોગાટનું મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. બુધવારે સવારે ગોલ્ડ મેડલ મેચ પહેલા વજન દરમિયાન તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આવી સ્થિતિમાં તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી છે.