બે દિવસથી IPLની શરૂઆત થઈ ગઈ છે. શનિવાર અને રવિવારમાં કુલ 4 મેચ રમાઈ ગઈ છે. હવે આજે સોમવારે પાંચમી મેચ રમાશે અને આવતીકાલે છઠ્ઠી મેચ Ahmedabadમાં રમાશે. Ahmedabadમાં આ સિઝનની પહેલી મેચ આવતીકાલે 25 માર્ચે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.

ગુજરાત ટાઇટન્સ (GT) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં  કેપ્ટન શુભમન ગિલના વડપણમાં રમશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે તેમની પહેલી મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સે તેમની પ્રથમ IPL સિઝનમાં જ ટ્રોફી જીતી હતી. 

IPLની છઠ્ઠી અને અમદાવાદમાં પ્રથમ મેચ આ સિઝનની આવતીકાલે રમાશે. ગુજરાત ટાઈટન્સની પ્રથમ મેચ માટે ગુજરાતીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. Ahmedabadમાં રમાનારી આ મેચ માટે બુકીંગ પણ જોરશોરથી ચાલુ છે. હજુ આખુ સ્ટેડિયમ ભરાયુ નથી, પરંતુ હજુ પણ ટિકીટની વહેંચણી ઓનલાઈન અને ઓફલાઈન ચાલી રહી છે.

પંજાબ કિંગ્સ 25 માર્ચે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે પોતાની IPL 2025 ની શરૂઆત કરશે. પંજાબ કિંગ્સની ટીમે IPL 2025ની મેગા ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી શ્રેયસ અય્યરને 26.75 કરોડ રૂપિયા ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે અને કેપ્ટન બનાવ્યો છે.