Team India: ભારત અને પાકિસ્તાન રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ફરી એકવાર ટકરાશે. ઘણા સમયથી બંને ટીમ ટી૨૦ માં સામસામે આવી રહી છે. છેલ્લા છ મહિનામાં ચોથી વાર સામે આવ્યા છે. બંને દેશો વચ્ચેના લાંબા સમયથી ચાલતા ઇતિહાસે આ મેચને એક ખાસ સ્થાન આપ્યું છે.
રવિવારે T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ ગ્રુપ મેચ પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આ તણાવ પહેલીવાર એશિયા કપ દરમિયાન મેદાન પર દેખાયો હતો, જ્યારે બંને ટીમોના ખેલાડીઓએ હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. આ બાદ પાકિસ્તાને ભારતનો બહિષ્કાર કરવાની વાત કરી હતી.
પાકિસ્તાને આ બાબતે યુ-તારણ લીધો છે અને ફરીથી ભારત સાથે મેચ રમવાનું નક્કી કર્યું છે. ત્યારે સવાલ એ ઉભો થાય કે શું બંને દેશના ખેલાડીઓ હવે એકબીજા સાથે હાથ મિલાવશે? પાકિસ્તાની કેપ્ટન સલમાન આઘાને એક પ્રેસ કોન્ફરન્સમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, અને તેમણે કહ્યું હતું કે તે આવતીકાલે જ ખબર પડશે. આઘાએ કહ્યું, “હું શું વિચારું છું તેનાથી કોઈ ફરક પડતો નથી. આદર્શ રીતે, શું થવું જોઈએ તે ક્રિકેટ શરૂ થયું ત્યારથી હંમેશા થતું આવ્યું છે. આપણે જોઈશું કે આગળ શું થાય છે.”





