T20 World Cup: નવી દિલ્હીમાં રમાઈ રહેલા 2026 T20 વર્લ્ડ કપમાં ગ્રુપ A માં ટોચનું સ્થાન મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ સુપર 8 તબક્કામાં આગળ વધી ગઈ છે. સુપર 8 તબક્કામાં ભારત ત્રણ મજબૂત ટીમોનો સામનો કરશે, જેના માટે સંપૂર્ણ સમયપત્રક અને આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ભારતનો પહેલો અને સૌથી પડકારજનક મુકાબલો 22 ફેબ્રુઆરીએ સાંજે 7:00 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે રમાશે. આફ્રિકન ટીમ હાલમાં ઉત્તમ ફોર્મમાં છે, જોકે આંકડાકીય રીતે ભારતનો હાથ ઉપર છે, તેણે બંને ટીમો વચ્ચે રમાયેલી 35 મેચમાંથી 21 મેચ જીતી છે.
ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે: ચેન્નાઈમાં મેચ
ઝિમ્બાબ્વે સામે ભારતનો બીજો મુકાબલો 26 ફેબ્રુઆરીએ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ઝિમ્બાબ્વેએ આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમને હરાવી હોવાથી, ભારત તેમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં. અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે 13 ટી-20 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે ૧૦ અને ઝિમ્બાબ્વેએ ૩ મેચ જીતી છે.
ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ: સુપર 8 ફાઈનલ
આગામી સુપર 8 મેચમાં ભારત બે વખતના વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝનો સામનો કરશે. વેસ્ટ ઈન્ડિઝે આ વખતે બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી 30 મેચના ઇતિહાસમાં, ભારતે 19 મેચ જીતી છે અને વેસ્ટ ઈન્ડિઝે 10 મેચ જીતી છે.





