India vs Sri Lanka: ભારત સામેની ODI શ્રેણી માટે શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં 16 ખેલાડીઓને સ્થાન મળ્યું છે.
India અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે. આ પછી વનડે શ્રેણી રમાશે. જેના માટે India ટીમની જાહેરાત થઈ ચૂકી છે. હવે વનડે શ્રેણી માટે શ્રીલંકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ચરિત અસલંકાને કેપ્ટનશિપની જવાબદારી મળી છે અને તેની સાથે અન્ય 15 ખેલાડીઓને ટીમમાં તક આપવામાં આવી છે. શ્રીલંકાના રમતગમત અને યુવા બાબતોના મંત્રી હરિન ફર્નાન્ડોએ ટીમને મંજૂરી આપી છે.
શ્રીલંકાની ટીમને ODIમાં નવો કેપ્ટન મળ્યો છે
શ્રીલંકન ટીમના કેપ્ટન પહેલા કુલસ મેન્ડિસ હતા. પસંદગીકારોએ ગયા વર્ષે ડિસેમ્બરમાં મેન્ડિસને વનડેનો કેપ્ટન બનાવ્યો હતો. આ પહેલા તેણે વન ડે વર્લ્ડ કપની કેટલીક મેચોમાં શ્રીલંકન ટીમની કમાન પણ સંભાળી હતી. હવે તેમને હટાવીને તેમની જગ્યાએ ચરિથ અસલંકાને જવાબદારી સોંપવામાં આવી છે. અસલંકા ટી-20 શ્રેણીમાં શ્રીલંકાની કેપ્ટન પણ છે. મેન્ડિસની કપ્તાનીમાં શ્રીલંકાની ટીમે 8માંથી 6 ODI મેચ જીતી છે. મેન્ડિસની કપ્તાનીમાં શ્રીલંકાને બાંગ્લાદેશ સામે 2-1થી શ્રેણી ગુમાવવી પડી હતી. કદાચ આ જ કારણે પસંદગીકારોએ અલગ દિશામાં જવાનું પસંદ કર્યું. હવે 2જી ઓગસ્ટથી ભારત વિરૂદ્ધ વનડે સીરીઝ શરૂ થઈ રહી છે. શ્રેણીની તમામ મેચો કોલંબોમાં રમાશે.
જૂના કેપ્ટનને પણ સ્થાન મળ્યું
જૂના સુકાની કુસલ મેન્ડિસને ODI ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. અવિષ્કા ફર્નાન્ડો, સાદિરા સમરવિક્રમા, કામિન્દુ મેન્ડિસ અને ઝેનિથ લિયાનાગે જેવા ખેલાડીઓને ટીમમાં તક મળી છે. વનિન્દુ હસરંગા અને મહેશ તિક્ષિના જેવા સ્ટાર સ્પિનરોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
ભારત સામેની ODI માટે શ્રીલંકાની ટીમ
ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, સાદિરા સમરવિક્રમા, કામિન્દુ મેન્ડિસ, ઝેનિથ લિયાનાગે, નિશાન મદુષ્કા, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલાગે, ચમિકા કરુણારત્ને, મહેશ તિક્ષિના, અકિશાના, ડી, અકિલા, ડી ઓ .
ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણીનું શેડ્યૂલ:
1લી ODI – 2 ઓગસ્ટ
2જી ODI – 4 ઓગસ્ટ
ત્રીજી ODI- 7મી ઓગસ્ટ