ભારતીય ક્રિકેટર શુભમન ગિલે ઘણા ક્રિકેટ રેકોર્ડ તોડ્યા છે, ગિલે જસપ્રીત બુમરાહનો રેકોર્ડ તોડ્યો છે. શુભમન ગિલે સૌથી વધુ વખત આઈસીસી (ICC) પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતીને જસપ્રીત બુમરાહનો રેકોર્ડ તોડ્યો છે. શુભમન ગિલે ફેબ્રુઆરી 2025 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો ખિતાબ જીત્યો છે.

શુભમન ગિલ માટે આ ત્રીજો આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ છે. આ પહેલા તેણે 2023માં જાન્યુઆરી અને સપ્ટેમ્બરમાં બે વખત આ એવોર્ડ જીત્યો હતો.જસપ્રીત બુમરાહે બે વખત આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ગિલે ODI ફોર્મેટમાં 406 રન બનાવ્યા છે. શુભમન ગિલે સ્ટીવ સ્મિથ અને ગ્લેન ફિલિપ્સને હરાવીને આ એવોર્ડ જીત્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. શુભમન ગિલનું પણ તેમાં મહત્વનું યોગદાન છે.

શુભમન ગિલના નામે આ રેકોર્ડ નોંધાયા
- સૌથી ઝડપી 2000 ODI રન: સુમન ગિલે 36 ઇનિંગ્સમાં 2000 ODI રન બનાવ્યા, જે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી છે.
- શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા.
- શુભમન ગિલ ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યા છે.
- શુભમન ગિલે IPL 2023 ફાઇનલમાં 129 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો..
- Vadodara: નશામાં ધૂત નબીરાએ મોડી રાતે અકસ્માત કરી લોકોને ફંગોળ્યા, 7 લોકો ગંભીર રીતે ઘાયલ; એકનું ઘટના સ્થળે મોત
- Horoscope: જાણો ધુળેટીએ કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ
- સ્પેસ સ્ટેશનનો રસ્તો સાફ… SpaDeX મિશન સફળ, ISRO માટે મોટી સફળતા
- IPL 2025: હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ, હવે કોણ બનશે મુંબઈનો કેપ્ટન?
- ઝેલેન્સકી કે Putin, આ 4 શરતો નક્કી કરશે કે શાંતિ કરારમાં કોણ જીતશે