shubhman gill: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ માન્ચેસ્ટરમાં રમાઈ રહી છે. આજે આ મેચનો છેલ્લો દિવસ છે. ભારતનો બીજો દાવ ચાલી રહ્યો છે. હકીકતમાં, યજમાન ટીમે તેના પ્રથમ દાવમાં 669 રન બનાવીને ભારત પર 311 રનની લીડ મેળવી હતી. અગાઉ, ટીમ ઈન્ડિયાએ 358 રન બનાવ્યા હતા. રવિવારની રમત બે વિકેટે 174 રનના સ્કોરથી શરૂ થઈ છે.

શુભમન ગિલ સદીની નજીક છે. તે શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો છે. વોશિંગ્ટન સુંદર તેને ટેકો આપવા માટે ક્રીઝ પર હાજર છે.

ભારતને 188 ના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો. બેન સ્ટોક્સે કેએલ રાહુલને એલબીડબ્લ્યુ આઉટ કર્યો. તે 230 બોલમાં 90 રન બનાવ્યા બાદ આઉટ થયો. હવે ગિલ અને સુંદર ક્રીઝ પર હાજર છે.

પાંચમા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. શુભમન ગિલ અને કેએલ રાહુલ ક્રીઝ પર હાજર છે. બંને વચ્ચે 175 રનની ભાગીદારી થઈ છે.

રૂટ-પોપ વચ્ચે 144 રનની ભાગીદારી

ત્રીજા દિવસના પહેલા સત્રમાં રૂટ અને પોપે 135 રનની ભાગીદારી કરી અને 332 રન બનાવ્યા. આ પછી, ભારતને બીજા સત્રમાં દિવસની પહેલી સફળતા મળી. વોશિંગ્ટન સુંદરે ઓલી પોપને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો. તે 71 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. તેણે જો રૂટ સાથે ત્રીજી વિકેટ માટે 231 બોલમાં 144 રનની ભાગીદારી કરી. વોશિંગ્ટન સુંદરે ઈંગ્લેન્ડને ચોથો ઝટકો આપ્યો. તેણે હેરી બ્રુકને પોતાનો શિકાર બનાવ્યો. તે ફક્ત ત્રણ રન બનાવી શક્યો.