Sachin khilari: ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં 20 મેડલ જીત્યા છે. છઠ્ઠા દિવસે મેડલ્સમાં મોટો વધારો જોવા મળ્યો હતો. નીતિશ કુમારે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

પેરિસ પેરાલિમ્પિક્સ-2024માં સોમવારે ભારતના મેડલની સંખ્યામાં વધારો થયો છે. છઠ્ઠા દિવસે ભારતે 5 મેડલ જીત્યા હતા. છઠ્ઠા દિવસે દીપ્તિ જીવનજીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.આ સાથે ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં 20 મેડલ જીત્યા છે. જેમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 10 બ્રોન્ઝનો સમાવેશ થાય છે!

સચિન ખિલારીએ સિલ્વર મેડલ જીત્યો હતો
સાતમા દિવસની રમતમાં ભારતે 21મો મેડલ જીત્યો છે. ખેલાડી સચિન સર્જેરાવે તેના છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં 15.95 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે એશિયન રેકોર્ડ સાથે 16.32 મીટરનું અંતર ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. કેનેડાના ગ્રેગ સ્ટુઅર્ટે 16.38 મીટરના સિઝનના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સચિન-મોહમ્મદ-રોહિત એક્શનમાં
સચિન સરગેરાવ ખિલારી: તેણે તેના પાંચમા પ્રયાસમાં 16.03 મીટર થ્રો કર્યો. તે હજુ પણ બીજા સ્થાને છે, તેનો એશિયન રેકોર્ડ થ્રો 16.32 મીટર છે.

મોહમ્મદ યાસિર: તેના પાંચમા પ્રયાસમાં તેણે 14.01 મીટરનો થ્રો કર્યો, જેના કારણે તે 8માં સ્થાન પર છે. તેનો શ્રેષ્ઠ થ્રો 14.21 મીટર છે, જે તેણે તેના બીજા પ્રયાસમાં કર્યો હતો.
રોહિત કુમાર: તેણે મેન્સ શોટ પુટ – F46 ફાઇનલમાં 14.10 મીટરના થ્રો સાથે 9મું સ્થાન મેળવ્યું છે.

નિહાલ સિંહ એક્શનમાં
બીજી શ્રેણીમાં નિહાલ સિંહનો સ્કોર 84/100 હતો. 85 અને 84ની શ્રેણી બાદ તે 25માં સ્થાને છે. ફાઈનલની રેસમાં રહેવા માટે તેમને શાનદાર પ્રદર્શન કરવાની જરૂર છે.