RR vs LSG IPL 2025: આજે IPLમાં ડબલ હેડરની બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) આમને-સામને છે. LSG ના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.
ઋષભ પંતની આગેવાની હેઠળની LSG અત્યાર સુધી રમાયેલી 7 મેચમાંથી 4 જીત અને 3 હાર બાદ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે, જ્યારે સંજુ સેમસનની આગેવાની હેઠળની RRની સ્થિતિ સારી નથી. તેણે 7 મેચ પણ રમી છે પરંતુ માત્ર 2 મેચ જીતી છે જ્યારે 5 મેચ હારી છે. RR ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને છે.

છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે હારવા છતાં, લખનૌ સારી સ્થિતિમાં છે, જ્યારે RRને છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. RR એ હવે આ હાર ભૂલીને ઋષભ પંતની આગેવાની હેઠળની LSG ટીમ પર જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન સુધારવું પડશે.
રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ આજે સાંજે 7:30 વાગ્યે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે શરૂ થશે, જ્યારે ટોસ બપોરે 3 વાગ્યે થશે. મેચ શરૂ થાય તે પહેલાં, ચાલો આ સ્ટેડિયમના પિચ રિપોર્ટ, RR vs LSG હેડ-ટુ-હેડ આંકડા અને મેચ સંબંધિત અન્ય મહત્વપૂર્ણ અપડેટ્સ પર એક નજર કરીએ.
RR vs LSG વચ્ચેના પરીણામો

રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે IPLમાં અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમાઈ છે. આમાંથી લખનૌએ ફક્ત 1 મેચ જીતી છે, જ્યારે રાજસ્થાને 4 મેચમાં લખનૌને હરાવ્યું છે. બંને ટીમો ક્યારેય એકબીજા સામે 200નો આંકડો સ્પર્શી શકી નથી. LSG સામે RRનો સર્વોચ્ચ સ્કોર 199 છે, જ્યારે RR સામે LSGનો સર્વોચ્ચ સ્કોર 196 રન છે.
RR અને LSG બંને ટીમોનો પ્લેઇંગ-11
રાજસ્થાન રોયલ્સ (RR)
યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, રિયાન પરાગ (કેપ્ટન), નીતીશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)
એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ડેવિડ મિલર, અબ્દુલ સમદ, રવિ બિશ્નોઈ, શાર્દુલ ઠાકુર, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી, અવેશ ખાન
આ પણ વાંચો..
- Ambaji: પુત્ર ન રહ્યો એટલે સસરાએ પુત્રવધૂના કરાવ્યા લગ્ન, 1 વર્ષની પૌત્રી સાથે આપી વિદાય
- અરવલ્લી જિલ્લાના વિકાસ પાછળ 282 કરોડનો થશે ખર્ચ, જાણો Gujarat સરકારની યોજના
- Gujaratમાં પૂરને પહોંચી વળવાની તૈયારીઓ શરૂ, 139 કરોડના ટેન્ડરોને મંજૂર; જાણો શું છે માસ્ટર પ્લાન
- Gujaratના 9 જિલ્લામાં હવામાનમાં મોટો ફેરફાર, લોકોને ગરમીથી મળશે રાહત
- 200 રૂપિયા દિવસના વેતન પર 7 વર્ષના બાળકો પાસે કરાવતા 16 કલાક મજૂરી, હાલત જોઈને ચોંકી ગઈ Surat પોલીસ