Bangladesh: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રવિવારે પહેલીવાર પાકિસ્તાનની ટીમને ટેસ્ટમાં હરાવીને ઈતિહાસ રચ્યો હતો. 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું હતું. બાંગ્લાદેશ સામેની હાર બાદ પાકિસ્તાનની ટીમ નિરાશ થઈ છે. શાન મસૂદની કેપ્ટનશીપવાળી ટીમને ICCએ કડક સજા આપી છે. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રવિવારે પહેલીવાર પાકિસ્તાનની ટીમને ટેસ્ટમાં હરાવીને ઈતિહાસ રચ્યો હતો. 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું હતું.

બાંગ્લાદેશ સામેની હાર બાદ પાકિસ્તાનની ટીમ નિરાશ થઈ છે. શાન મસૂદની કેપ્ટનશીપવાળી ટીમને ICCએ કડક સજા આપી છે. આ ઉપરાંત સમગ્ર ટીમ પર દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં બાંગ્લાદેશની ટીમ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

બંને કેપ્ટને ગુનો કબૂલી લીધો હતો
રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થઈ હતી. પાકિસ્તાનની ટીમે સમયસર 6 ઓવર ઓછી કરી દીધી હતી. આવી સ્થિતિમાં યજમાન ટીમે છ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ગુમાવ્યા છે.


આટલું જ નહીં, પાકિસ્તાન ટીમને મેચ ફીના 30% અને બાંગ્લાદેશને 15% દંડ ફટકારવામાં આવ્યો હતો.
કેપ્ટન શાન મસૂદ અને નઝમુલ હુસૈન શાંતોએ ગુનો કબૂલ કર્યો છે, તેથી કોઈ ઔપચારિક સુનાવણી થશે નહીં.

શાકિબને દંડ
ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને ICC કોડ ઓફ કન્ડક્ટના લેવલ 1નો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 10% દંડ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેને એક ડીમેરિટ પોઈન્ટ પણ મળ્યો છે. શાકિબે બીજી ઇનિંગની 33મી ઓવરમાં પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન તરફ બોલ ફેંક્યો હતો. આ દરમિયાન રિઝવાન પીછેહઠ કરી ગયો હતો. શાકિબ વિરુદ્ધ ICC આચાર સંહિતાની કલમ 2.9 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.