વોશિંગ્ટન સુંદરે 2025માં ગુજરાત ટાઇટન્સ માટે પોતાની પહેલી મેચમાં જોરદાર નિવેદન આપ્યું હતું, જેમાં તેણે પોતાની ભૂતપૂર્વ ટીમ SRH સામે 49 રન બનાવ્યા હતા. આનાથી ફ્રેન્ચાઇઝીએ ગુગલના CEO સુંદર પિચાઈ દ્વારા ઓલરાઉન્ડરની પ્રશંસા કરતા એક જૂના ટ્વિટ ફરી યાદ કરી તેમાં રીટ્વીટ કરી જવાબ આપ્યો છે.

ગુજરાત ટાઇટન્સના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે 6 એપ્રિલે IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની જીતમાં ટીમ માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી, આ બાદ ટાઈટન્સ દ્વારા ગુગલના CEO સુંદર પિચાઈ દ્વારા વોશિંગ્ટન પર કરેલા જૂના એક ટ્વીટને રીટ્વીટ કરી જવાબ આપ્યો છે. જૂના એક ટ્વીટમાં સુંદર પિચાઈએ વોશિંગ્ટનની પ્રશંસા કરી હતી.

વોશિંગ્ટન સુંદર, IPL 2025માં પોતાની નવી ટીમ GT માટે પહેલી વાર રમી રહ્યો છે. ત્યારે ગતરોજ વોશિંગ્ટન પોતાની જૂની ટીમ સનરાઈઝ હૈદરાબાદ સામે રમવા ઉતર્યો હતો અને તેણે ખૂબ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. વોશિંગ્ટને 29 બોલમાં 49 રનની જોરદાર પારી રમી હતી. SRH સામે 153 રન ચેઝ કરવા માટે ઉતર્યા બાદ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના કારણે ફ્રેન્ચાઇઝે ઓલરાઉન્ડરના પુનરાગમનની પ્રશંસા કરવા માટે Google CEO દ્વારા વાયરલ ટ્વીટને યાદ કર્યું.

વોશિંગ્ટન SRH સાથે ત્રણ વર્ષ જોડાયો હતો, 2022થી 2024 સુધી, ટીમમાં મર્યાદિત ભૂમિકા રહી હતી, વોશિંગ્ટનની શરૂઆતી રમતમાં 9 મેચમાં ખૂબ ઉમદા ભૂમિકા રહી હતી. SRH પહેલાં પણ, જ્યારે ઓલરાઉન્ડર 4 વર્ષ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ભાગ હતો.

આશ્ચર્યની વાત એ છે કે, સુંદરની ભારતીય ટીમ માટેની ભૂમિકા IPL કરતા વિરોધાભાષી રહી છે. ગયા વર્ષે બાંગ્લાદેશ સામે ભારતની T20 શ્રેણી માટે પસંદગી પામ્યા પછી, સુંદરને ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણી માટે અને પછી ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ માટે પણ પસંદગી મળી – પરંતુ તે ત્યાં હાજર રહ્યો ન હતો.

જ્યારે સુંદરે SRH સામે ટીમને 7 વિકેટની જીત અપાવવામાં મદદ કર્યા પછી IPL 2025 ની પોતાની ઝુંબેશની શરૂઆત મજબૂત રીતે કરી છે, ત્યારે ચાહકો અને ખેલાડી બંને આ પ્રદર્શન ચાલુ રાખવાની અપેક્ષા છે.

આ પણ વાંચો..