IPL 2025 : આજે MI vs RCBની વચ્ચે સાંજે 7.30 કલાકે મેચ રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ રોમાંચક રહેશે, એક તરફ વિરાટ કોહલી અને બીજી તરફ રોહિત શર્મા હશે, જસપ્રીત બુમરાહ પણ વાપસી કરી શકે છે.

મુંબઈ અને બેંગલુરુ બંને પોતાની છેલ્લી મેચ હારી ગયા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સતત બે મેચ જીતીને શાનદાર શરૂઆત કરી હતી પરંતુ છેલ્લી મેચ હારી ગઈ હતી. તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સે 4 માંથી ફક્ત 1 મેચ જીતી છે પરંતુ તેમના માટે સારી વાત એ છે કે તેમણે વાનખેડે સ્ટેડિયમમાં જ (KKR સામે) એક મેચ જીતી છે.

MI vs RCB નો ઈતિહાસ

IPLમાં RCB અને MI વચ્ચે અત્યાર સુધીમાં કુલ 33 મેચ રમાઈ છે. આમાં મુંબઈ ઈન્ડિયન્સનો હાથ ઉપર રહ્યો છે. મુંબઈએ 19 મેચ જીતી છે અને બેંગલુરુએ 14 મેચ જીતી છે.

RCB સામે MIનો સર્વોચ્ચ સ્કોર – 213

MI સામે RCBનો સર્વોચ્ચ સ્કોર – 235

MI vs RCB 2025 શેડ્યૂલ

વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ, મુંબઈ ખાતે બંને ટીવ વચ્ચે આજે સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. 

MI સંભવિત પ્લેઈંગ-11

રોહિત શર્મા, વિલ જેક્સ, રેયાન રિકલ્ટન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, તિલક વર્મા, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, વિગ્રેશ પુથુર, જસપ્રિત બુમરાહ

RCB સંભવિત પ્લેઈંગ-11

ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ, સુયશ શર્મા. દેવદત્ત પડિકલ

આ પણ વાંચો..