IPL 2025 : IPLમાં PBKS અને RR વચ્ચે 28 મેચ રમાઈ છે. RR એ 16 મેચ જીતી છે અને PBKS એ 12 મેચ જીતી છે. IPL 2024 માં, બંને ટીમો 2 મેચમાં એકબીજા સામે ટકરાઈ હતી. પીબીકેએસે પહેલી મેચ 5 વિકેટથી જીતી હતી. બીજી મેચમાં, RR ટીમે 3 વિકેટે જીત મેળવી. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ પહેલી ટક્કર છે.

ઉલ્લેખનીય છે કે IPLની વર્તમાન સિઝનમાં, ચંદીગઢનું નવું મુલ્લાનપુર મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પંજાબ કિંગ્સનું નવું હોમ ગ્રાઉન્ડ છે. આ પીચ પર બેટ્સમેન અને બોલર બંનેને સમાન ફાયદો મળે છે. મુલ્લાનપુરમાં અત્યાર સુધીમાં 5 IPL મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે બે વાર જીત મેળવી છે, જ્યારે પાછળથી બેટિંગ કરનારી ટીમે ત્રણ વાર જીત મેળવી છે. આ મેદાનનો સરેરાશ સ્કોર 167 રન છે.

પંજાબ કિંગ્સ (PBKS)

પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંઘ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો જેન્સન, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ. નેહલ વાઢેરા/હરપ્રીત બ્રાર બંનેમાંથી કોઈ એક પ્રભાવશાળી વિકલ્પ બની શકે છે.

રાજસ્થાન રોયલ્સ (RR)

યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિષ થિક્ષાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે. કુમાર કાર્તિકેય એક પ્રભાવશાળી વિકલ્પ બની શકે છે.