IPL 2025 : દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે. ડુ પ્લેસિસ આજે મેચની બહાર છે. ચેન્નાઈએ પણ બે મોટા ફેરફારો કર્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં ત્રણમાંથી ફક્ત એક જ મેચ જીતી શક્યું છે, જ્યારે દિલ્હીએ તેની બંને મેચ જીતી છે. જ્યાં ચેન્નઈ પોતાની બીજી જીત નોંધાવવા મહેનત કરશે. જ્યારે દિલ્હીનું લક્ષ્ય જીતની હેટ્રીક લગાવવાનું છે.

આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મેચમાં ડેવોન કોનવે અને મુકેશ ચૌધરી રમવા આવ્યા હતા. આ મેચમાં જેમી ઓવરટન અને મુકેશ રાહુલ ત્રિપાઠીની જગ્યાએ કોનવેને તક મળી. જ્યારે ફાફ ડુ પ્લેસિસ બીમારીને કારણે દિલ્હીની પ્લેઇંગ-11નો ભાગ બન્યો ન હતો. પ્લેઇંગ-11માં ડુ પ્લેસિસની જગ્યાએ સમીર રિઝવીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
IPL 2025 : દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ 11
જેક ફ્રેઝર-મેકગર્ક, કેએલ રાહુલ (wk), અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, અક્ષર પટેલ (સી), આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા
IPL 2025 : ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ 11
રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ખલીલ અહેમદ અને મથિશા પથિરાના