IPL 2025: વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થઈ રહી છે. આ મેચમાં જસપ્રીત બુમરાહ અને રોહિત શર્માની વાપસી થઈ છે. મુંબઈએ ટોસ જીતીને બેંગલુરુને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

બેંગલુરુ 50 રનને પાર કરી ગયું

પ્રથમ ઓવરમાં લાગેલા આંચકા બાદ વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે વળતો પ્રહાર કર્યો છે. 5 બાદ બેંગલુરુએ 53 રન બનાવ્યા છે. કોહલીએ 18 બોલમાં 35 રન અને પડિકલે 10 બોલમાં 14 રન બનાવ્યા છે.

કોહલીએ બુમરાહનું સિક્સર વડે સ્વાગત કર્યું હતું

જસપ્રીત બુમરાહ ઈજા બાદ પોતાની પ્રથમ મેચ રમી રહ્યો છે. તે ચોથી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. વિરાટ કોહલીએ તેના પહેલા જ બોલ પર શાનદાર સિક્સર ફટકારીને તેનું સ્વાગત કર્યું. આ ઓવરમાં કુલ 10 રન આવ્યા. બેંગલુરુએ 4 ઓવર પછી 1 વિકેટના નુકસાને 43 રન બનાવ્યા છે.

પદિકલે દાવની પ્રથમ છગ્ગો ફટકારી હતી

દેવદત્ત પડિકલે ત્રીજી ઓવરમાં ઇનિંગની પ્રથમ છગ્ગો ફટકારી હતી. તેણે ટ્રેન્ટ બોલ્ટના ત્રીજા બોલ પર શાનદાર પુલ શોટ દ્વારા 6 રન બનાવ્યા હતા. 3 ઓવર પછી બેંગલુરુએ 1 વિકેટના નુકસાને 33 રન બનાવી લીધા છે.