IPL 2025: ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. IPL 2025ની મેગા ઓક્શનનો દિવસ આવી ગયો છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આજથી 2 દિવસ માટે સ્ટાર ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી રહી છે. મેગા ઓક્શનમાં કુલ 577 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે, જેમાં દેશી અને વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. હરાજીમાં ખેલાડીઓને ખરીદવા માટે 10 ફ્રેન્ચાઈઝી વચ્ચે સ્પર્ધા થશે. તમામ ટીમો વધુમાં વધુ 25 અને ઓછામાં ઓછા 18 ખેલાડીઓ ખરીદી શકશે. જે મુજબ 2 દિવસ સુધી ચાલનારી મેગા ઓક્શનમાં 200 જેટલા ખેલાડીઓ વેચાય તેવી શક્યતા છે. તમામ 10 ટીમોએ હરાજી પહેલા કેટલાક ખેલાડીઓને જાળવી રાખ્યા છે, તેથી મહત્તમ 204 ખેલાડીઓ જ ખરીદી શકાય છે.

  • અર્શદીપ બાદ હવે કાગીસો રબાડા માટે બોલી લગાવવામાં આવી રહી છે. બિડિંગની શરૂઆત રૂ. 2 કરોડની મૂળ કિંમતથી થઈ હતી અને ટૂંક સમયમાં જ બિડ રૂ. 8 કરોડને પાર કરી ગઈ હતી. રબાડાને ખરીદવા માટે મુંબઈ અને ગુજરાત વચ્ચે રેસ ચાલી રહી છે. 
  • SRH અર્શદીપ માટે બિડિંગ યુદ્ધમાં ઝંપલાવ્યું. અર્શદીપ સિંહ સૌથી મોંઘો ભારતીય ખેલાડી બનવાના માર્ગે છે. આ દરમિયાન પંજાબ કિંગ્સે આરટીએમ કાર્ડ રમ્યું છે. પંજાબે 18 કરોડ રૂપિયામાં આરટીએમ દ્વારા અર્શદીપને પોતાની ટીમમાં પાછો બોલાવ્યો છે.
  • માર્કી સેટ 1માં જોસ બટલર, શ્રેયસ ઐયર, ઋષભ પંત, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ અને મિશેલ સ્ટાર્ક પર બિડિંગ જોવા મળશે. આ પછી, સેટ 2 ના માર્કી ખેલાડીઓની યાદીમાં યુઝવેન્દ્ર ચહલ, ડેવિડ મિલર, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, લિયામ લિવિંગ્સ્ટન અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.