ICC: એશિયા કપ 2025 દરમિયાન થયેલા વિવાદની સુનાવણી બાદ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રૌફને બે મેચ માટે સસ્પેન્ડ કર્યા છે. તે હવે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ બે મેચો રમી શકશે નહીં. વૈશ્વિક ગવર્નિંગ બોડીએ ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હરિસ રૌફને રમતને બદનામ કરવા બદલ તેમની મેચ ફીના 30 ટકા દંડ પણ ફટકાર્યો હતો. એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ટકરાયા હતા. ભારતીય ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો હતો, પરંતુ તેમને હજુ સુધી ટ્રોફી મળી નથી.





