ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાની IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ વર્ષે બહાર થઈ ગઈ છે. IPL ફાઈનલ જીતનારી ટીમનો ભાગ રહી ચૂકેલી હાર્દિક પંડ્યાની ટીમ આ વખતે ક્વોલિફાયર પહેલા જ બહાર થઈ ગઈ છે. આ વખતે હાર્દિક પંડ્યા તેની પત્ની સાથેના સંબંધોની અફવાઓને કારણે ચર્ચામાં છે. ‘હાર્દિક પંડ્યા’ની પત્ની ‘નતાશા સ્ટેનકોવિક’ના સંબંધોને લઈને અફવાઓનું બજાર ગરમ છે. મળતી માહિતી પ્રમાણે, તાજેતરમાં જ હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી તેના પતિનું નામ હટાવી દીધું છે.

આ ઘટના બાદથી લોકો સોશિયલ મીડિયા પર તેમના સંબંધોમાં તિરાડની અટકળો લગાવી રહ્યા છે. જોકે, આ વાતમાં કેટલું સત્ય છે તે અંગે દંપતીએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્નને 4 વર્ષ થઈ ગયા છે. હાર્દિક પંડ્યાએ મે 2020માં નતાશા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હાર્દિક અને નતાશા પણ માતા-પિતા બની ગયા હતા.

ગયા વર્ષે 2023માં નતાશાએ પુત્રને જન્મ આપ્યો હતો. હવે હાર્દિકનો ખુશમિજાજ પરિવાર ઘણીવાર સોશિયલ મીડિયા પર સાથે જોવા મળે છે. પરંતુ આ બધાની વચ્ચે હાર્દિક અને નતાશાના સંબંધોમાં તિરાડની અફવાઓ પણ સામે આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આમાં કેટલું સત્ય છે.

જોકે, નતાશાએ હજુ પણ તેના ઈન્સ્ટાગ્રામ પરથી તેના પતિ સાથેની તસવીરો હટાવી નથી. હાર્દિક પંડ્યા અને નતાશાની લવ સ્ટોરી મુંબઈમાં એક પાર્ટી દરમિયાન શરૂ થઈ હતી. અહીં બંને પહેલીવાર મળ્યા અને બંને મિત્રો બની ગયા. આ પછી બંનેએ ઘણો સમય સાથે વિતાવવાનું શરૂ કર્યું. હાર્દિક અને નતાશાએ થોડા મહિના સાથે વિતાવ્યા અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. આ પછી બંને થોડા સમય માટે એકબીજાને ડેટ કરતા રહ્યા. બંનેએ પોતાના સંબંધોને છુપાવીને રાખ્યા હતા. લોકડાઉન ખતમ થયા પછી, હાર્દિક પંડ્યા અને નતાશાએ 2020 માં લગ્ન કરીને તેમના પ્રેમને જાહેર કર્યો હતો.