Deepak chahar: ટીમ ઈન્ડિયા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો સામનો કરવાની છે. આ ટેસ્ટ મેચ પહેલા ટીમના પ્લેઈંગ ઈલેવન વિશે મોટા સમાચાર આવ્યા છે. એટલું જ નહીં, દીપક ચહર પણ ટીમ ઈન્ડિયા સાથે જોવા મળ્યો છે.
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર યોજાવાની છે. 10 જુલાઈથી શરૂ થતી આ મેચ પહેલા ફાસ્ટ બોલર દીપક ચહર ટીમ ઈન્ડિયામાં પ્રવેશી ચૂક્યો છે.
દીપક ચહર લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે અને ફિટનેસ સમસ્યાઓના કારણે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. પરંતુ તે લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.
દીપક ચહર ટીમ ઈન્ડિયાની ટીમમાં નથી પરંતુ તેને લોર્ડ્સમાં પ્રેક્ટિસ કરવાની તક આપવામાં આવી હતી. આ ખેલાડી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે સ્ટ્રેચિંગ કરતો જોવા મળ્યો હતો. દીપક ચહર વિમ્બલ્ડન જોવા લંડન પહોંચ્યો હતો. તેની પત્ની જયા પણ તેની સાથે હતી. દીપક ચહરનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.