Cricket: ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. બુધવારે રમાયેલી આ મેચમાં, ભારતની ઓપનર પ્રતિકા રાવલ પર ICC દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રતિકા રાવલ પર દંડ ફટકારવામાં આવ્યો
પ્રતિકા રાવલને ઇંગ્લેન્ડ સામેની પહેલી ODI દરમિયાન ICC આચારસંહિતાના લેવલ 1નું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેના પર મેચ ફીના 10 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાવલના શિસ્ત રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે કારણ કે 24 મહિનાના સમયગાળામાં આ તેનો પહેલો ગુનો હતો.
જાણો પ્રતિકાને શું સજા કરવામાં આવી હતી
ભારતીય ઓપનરને ટૂંકા ગાળામાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. 18મી ઓવરમાં સિંગલ લેતી વખતે, તેણીએ બોલર લોરેન ફાઇલરને ધક્કો માર્યો હતો. જે બિનજરૂરી વ્યવહાર હતો. આ પછી, બીજી ઓવરમાં આઉટ થયા પછી ડ્રેસિંગ રૂમમાં પાછા ફરતી વખતે, તેણે બોલર સોફી એક્લેસ્ટોન સાથે પણ આવો જ શારીરિક ઘર્ષણ કર્યુ હતું. જે ટાળી શકાયો હોત.
ઈંગ્લેન્ડની ટીમને પણ દંડ ફટકારવામાં આવ્યો
દરમિયાન, ઈંગ્લેન્ડની ટીમને ધીમા ઓવર રેટ માટે મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે તેઓએ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને લક્ષ્ય કરતાં એક ઓવર ઓછી કરી હતી. ખેલાડીઓને નિર્ધારિત સમયમાં બોલિંગ ન કરવા બદલ દરેક ઓવર માટે તેમની મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવે છે.
રાવલ અને ઈંગ્લેન્ડના કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટે મેચ રેફરી સારાહ બાર્ટલેટ દ્વારા લાદવામાં આવેલા પોતપોતાના દંડનો સ્વીકાર કર્યો, તેથી ઔપચારિક સુનાવણીની કોઈ જરૂર નહોતી.
આ પણ વાંચો
- વિમાન હાઇજેકિંગને કારણે Canada માં ખળભળાટ મચી ગયો
- Changur Baba કેસમાં 60 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો ખુલાસો
- India-China-Russia ત્રિપક્ષીય સંગઠન નાટોથી લઈને અમેરિકા સુધી કેમ ગભરાટ ફેલાવી શકે છે
- Weather: દિલ્હીમાં યલો એલર્ટ, તો રાજ્યોમાં પણ વરસાદે વધારી ચિંતા
- Bollywood: સૈયારા બોક્સ ઓફિસ ડે 1 કલેક્શન, ‘જાટ’નો રેકોર્ડ તોડ્યો, ‘સિતારે જમીન પર’ સહિતના ફિલ્મોના રેકોર્ડ જોખમમાં