ચેન્નઈમાં આજે સાંજે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL મૅચ. ગઈકાલે કોલકાતાએ દિલ્હીને 14 રનથી હરાવ્યું, સુનિલ નારાયણ પ્લેયર ઑફ ધ મૅચ બન્યા.
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ્ સ્ટેડિયમમાં સાંજે સાડા સાત વાગ્યે મૅચ શરૂ થશે. ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કૅપિટલ્સને 14 રનથી હરાવ્યું. નવી દિલ્હીમાં રમાયેલી મૅચમાં દિલ્હીની ટીમ 205 રનના લક્ષ્યાંક સામે નવ વિકેટ ગુમાવી 190 જ બનાવી શકી. ફાફ ડુ પ્લેસિસે 62 અને સુકાની અક્ષર પટેલે 43 રન બનાવ્યા હતા.
જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સુનિલ નારાયણે ત્રણ અને વરુણ ચક્રવર્તીએ બે વિકેટ લીધી હતી. તો અનુકૂલ રૉય, વૈભવ અરોરા અને એન્દ્રે રસેલે એક-એક વિકેટ લીધી હતી. દરમિયાન સુનિલ નારાયણને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.
