આજે લાહોરમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની મેચ રમાશે. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાને છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. હવે તે ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે. આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે. સેમિફાઇનલમાં પહોંચવા માટે અફઘાનિસ્તાન કોઈ પણ સંજોગોમાં આ મેચ જીતવી જરૂરી છે.

અફઘાનિસ્તાનના કેપ્ટન હસમતુલ્લાહ શાહિદીએ કહ્યું કે, પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અહીંની પિચ જોતાં, અમે પહેલા બેટિંગ કરીશું. આ પિચનો ઉપયોગ પહેલા પણ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ અહીં રમી ચૂક્યા છે. અમે અમારી છેલ્લી મેચમાં અમારા પ્રદર્શનથી ખુશ છીએ. અમે ઓસ્ટ્રેલિયા સામે વિજેતા બનવા માટે પણ આયોજનપૂર્વક મેદાનમાં ઉતરીશુ.

આ છે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ઓસ્ટ્રેલિયાઃ મેથ્યુ શોર્ટ, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ, એલેક્સ કેરી (ડબલ્યુ), ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, એડમ ઝામ્પા, સ્પેન્સર જોહ્ન્સન

અફઘાનિસ્તાનઃ રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઉમરઝાઈ, મોહમ્મદ નબી, ગુલબદીન નાયબ, રાશિદ ખાન, નૂર અહમદ, ફઝલહક ફારૂકી