ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશો. જેના માટે 635 730 0971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે. જ્યાં તમે પરિણામ જોઈ શકશો.

રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ છે. ગયા વર્ષે 65.58 ટકા પરિણામ વિજ્ઞાન પ્રવાહનું હતું.જ્યારે રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા છે. ગુજરાત બોર્ડ ધોરણ 12ના ત્રણેય પ્રવાહો એટલે કે કોમર્સ, આર્ટસ અને સાયન્સનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમના એડમિટ કાર્ડમાં આપેલા રોલ નંબર અને રોલ કોડની મદદથી પરિણામ જોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ વખત ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર થશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૩૧,૯૮૭ વિદ્યાર્થીઓ નોધાયા હતાં. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિદ્યાર્થીઓ નોધાયા હતાં.

આ રીતે ચેક કરો તમારું પરિણામ
ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ. વેબસાઈટ પર જતા જ રિઝલ્ટ વિકલ્પ દેખાશે. રિઝલ્ટ ઓપ્શન પર જાઓ અને ગુજરાત બોર્ડ (Gujarat Board) એચએસસી પરિણામ 2024 માટે પરિણામ ચેક કરોની લિંક પર ક્લિક કરો. આ પછી રોલ નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો. લોગ ઇન કર્યા પછી, પરિણામ સ્ક્રીન પર ખુલશે. જયાં તમે તમારું પરિણામ જોઇ શકશો.