Bangalore police : કર્ણાટકના શિવમોગામાં ડ્રાઈવરે ટ્રાફિક કોન્સ્ટેબલને કારના બોનેટ પર 100 મીટર સુધી ખેંચી લીધો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

કર્ણાટકના શિવમોગ્ગામાં એક ટ્રાફિક કોન્સ્ટેબલને ચેકિંગ દરમિયાન કાર દ્વારા ટક્કર મારીને ખેંચી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના ગુરુવારે બપોરે બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રાફિક કોન્સ્ટેબલે કોઈ કારણસર કાર રોકવાનો પ્રયાસ કર્યો. ડ્રાઈવર ટ્રાફિક કોન્સ્ટેબલને કારના બોનેટ પર ખેંચીને 100 મીટર દૂર લઈ ગયો.

આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. પહેલા તો ડ્રાઈવર હળવી ગતિએ કોન્સ્ટેબલને ધક્કો મારતો રહ્યો. બાદમાં તેણે કારની સ્પીડ વધારી દીધી અને ટ્રાફિક કોન્સ્ટેબલને બોનેટ પર આવવા દબાણ કર્યું. એક રાહદારીએ આ ઘટના પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી, જે બાદમાં વાયરલ થઈ ગઈ. કોન્સ્ટેબલને 100 મીટર સુધી ખેંચવામાં આવ્યો હતો. શિવમોગા એસપીને ઘટનાની માહિતી મળી.

શિમોગા એસપીએ કહ્યું કે, અમે આ ઘટનાના સંબંધમાં એફઆઈઆર નોંધી રહ્યા છીએ. આરોપીની ઓળખ થઈ ગઈ છે. અમે ટૂંક સમયમાં તેની ધરપકડ કરીશું. પોલીસકર્મીનું નામ પ્રભુ છે. આરોપીનું નામ મિથુન છે.