Ahmedabad: અમદાવાદ શહેરમાં ગુનાખોરી વિરુદ્ધ દ્રઢ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી છે, જેમાં કુલ ૯૬૯ ગુનેગારો પર કડક કાર્યવાહી કરવામાં આવી. ૨૩૨ ગુનેગારોની પૂછપરછ , ૨૦ પાસા કેસ અને ૨૭૧ પ્રોહી કેસોની નોંધણી સાથે સુરક્ષિત શહેર માટે પોલીસ દળ પ્રતિબદ્ધ છે.
નાગરિકોની સલામતી અમારી પ્રાથમિકતા!
આસપાસ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો તુરંત જાણ કરો: ૬૩૫૬૬ ૨૫૩૬૫

આ ઝુંબેશ દરમ્યાન અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી જેની વિગતો નીચે મુજબ છેઃ
(૧) શરીર સબંધી આરોપીઓ વિરુદ્ધ કરેલ પાસા – ૨૦
(૨) પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરનાર આરોપીઓ વિરુદ્ધ કરેલ પાસા – ૦૮
(૩) મિલ્કત સબંધી આરોપીઓ વિરુદ્ધ કરેલ પાસા – ૦૨

https://twitter.com/AhmedabadPolice/status/1902565937720782872

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 232 શરીર સંબધી ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે કડક પૂછપરછ માટે લાવી, તેમના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લુખ્ખાગીરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર અસામાજીક ઇસમો સામે ઝુંબેશ હાથ ધરી, વોટ્સએપ નંબર ૬૩૫૬૬ ૨૫૩૬૫ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર નાગરિકો અસામાજિક તત્વોની માહિતી આપી શકે છે.