Rajkot: રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે એક ગંભીર અને ચકચારભરી ઘટના બની છે. અહીં એક યુવકે પોલીસની કાર્યવાહી ન થતાં ગુસ્સામાં આવીને પોલીસ સ્ટેશનની અંદર જ ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, પુરોહિત રાજુભાઈ રાઠોડ નામના યુવકે આલાપ ગ્રીન સિટી નજીક રહેતા ગોવિંદ ભરવાડ અને અન્ય બે વ્યક્તિઓ પર આક્ષેપ કર્યો હતો કે તેઓ તેની પત્નીને ભગાડી ગયા છે. આ મામલે તેણે વારંવાર પોલીસને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી.
પોલીસની બેદરકારી અને ન્યાય ન મળતા રાજુભાઈ રાઠોડ નિરાશ થઈ ગયા હતા. ગુસ્સે ભરાઈને તેમણે સીધા જ પોલીસ સ્ટેશનમાં જઈને પીવા માટે ફિનાઇલ કાઢી અને ત્યાં જ પી લીધું.
પોલીસ સ્ટેશનમાં મચ્યો હોબાળો
આ ઘટનાની સાથે જ પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. હાજર પોલીસ કર્મચારીઓએ તરત જ તેને કાબુમાં લઈને તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરી. 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
હાલત સ્થિર, પરંતુ પ્રશ્નો ગંભીર
હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર બાદ હાલમાં રાજુભાઈની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ ઘટનાને કારણે પોલીસ તંત્રની કામગીરી અને કેસો પ્રત્યેની ગંભીરતા અંગે અનેક સવાલો ઊભા થયા છે. ફરિયાદ હોવા છતાં કાર્યવાહી ન થવાને કારણે એક પીડિતને જીવ ગુમાવવાનો પ્રયાસ કરવો પડે તે ચિંતાજનક છે.
સ્થાનિકોમાં રોષ
આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. લોકો પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠાવી રહ્યા છે કે, જો પીડિતોની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવે તો આવી પરિસ્થિતિ ઊભી ન થાય.
આ પણ વાંચો
- Islamabad માં થયેલા બોમ્બ વિસ્ફોટથી શ્રીલંકાની ટીમમાં ગભરાટ ફેલાયો 8 ખેલાડીઓ પાકિસ્તાન છોડી દેશે
- Hardik Pandya ક્યારે પાછો ફરશે? ભારત પહેલાં તે આ ટીમ માટે રમતા જોવા મળશે
- Pakistan ના નીચલા ગૃહે “CDF” ની રચનાને મંજૂરી આપી, 27મા બંધારણીય સુધારા પર હોબાળો મચાવ્યો
- Cold Wave Alert : મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યો માટે શીત લહેરની ચેતવણી જારી, 10 રાજ્યોમાં ધુમ્મસની શક્યતા
- Bangladesh: શેખ હસીનાએ બાંગ્લાદેશ પરત ફરવા માટે એક શરત મૂકી, યુનુસ પર ભારત સાથેના સંબંધોને નુકસાન પહોંચાડવાનો આરોપ





