રાજકોટમાં વધુ એક વખત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચ્યો છે. ઘટના પહેલાં જન્નતે એક સુસાઈડ નોટ લખી હતી, જેમાં લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમા દ્વારા અપાતા ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો.
માહિતી મુજબ જન્નત મીરનું મૂળ નામ સમા ભાયાણી છે અને તેના સોશિયલ મીડિયા પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. ત્રણ પાનાની નોટમાં જન્નતે જણાવ્યું હતું કે, ઇમ્તિયાઝ તેને ‘તોફાની રાધા’ની જેમ મારી નાખવાની ધમકી આપતો હતો. આ ઉપરાંત બંને વચ્ચે થયેલી વાતચીતનો એક ઓડિયો ક્લિપ પણ સામે આવ્યો છે. હાલ પોલીસે જન્નત મીરની ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.
જન્નત મીરે લખેલી સુસાઈડ નોટનો અંશ
“તારા દીકરા જેવી તારી લાડકી દીકરી (સમા) જન્નત…
સોરી મમ્મી… હવે મારાથી સહન થતું નથી. દુનિયામાં છોકરી માટે જીવવું સહેલું નથી. હું રોજ લડીને તૂટી ગઈ છું અને આ પગલું ભરવા મજબૂર થઈ છું. કેટલાંયે દિવસથી એકલી સહન કરતી હતી, પણ તમને ટેન્શન ન આપવા ચૂપ રહી. મારી ભૂલના કારણે એ આપણા ઘરે આવ્યો અને ખેલ કર્યા. એના ખોટા પ્રેમમાં પડીને ખોટો વિશ્વાસ કર્યો. છેલ્લા બે મહિનાથી સહન કરતી હતી, પણ હવે હારી ગઈ છું.
મને લાગ્યું હતું કે કેસ કરીશું તો ન્યાય મળશે, પણ ના. એ ગુંડા છે. ફોનમાં કહ્યું કે ‘તું પોલીસ કે CP પાસે જા, મારું કોઈ કંઈ નહિ કરે. ઓલીને મારી નાખી છે તેમ તને મારી નાખીશ, તારા છોકરાને પણ નહીં છોડું’. એના હાથે મરવાને બદલે હું મારા હાથે મરી જાઉં એ સારું.
મા, હું મરી જાઉં તો મારા દીકરાનું ધ્યાન રાખજે. દુનિયામાં છોકરીને જીવવાનો હક નથી, આવા લોકો છોકરીઓનો ઉપયોગ કરે, મારકૂટ કરે અને પછી ધમકાવે. અત્યાર સુધી ચૂપ હતી કે પોલીસ મને ન્યાય આપશે, પણ હવે વિશ્વાસ નથી.
મા, મારી મરણ પછી ન્યાય અપાવજે, જેથી બીજા સાથે આવું ન થાય. ઇમ્તિયાઝે ઇન્સ્ટાગ્રામ પર પણ ધમકી આપી છે. આજે હું જે પગલું ભરું છું એના માટે માત્ર ઈમ્તિયાઝ રાઉમા ઉર્ફે લાલો જ જવાબદાર છે.”
આ પણ વાંચો
- Rain: અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૭૮ ટકા વરસાદ વરસ્યો
- Imran khan: ઈમરાન ખાનને તે કેસમાં જામીન મળ્યા જેમાં તેમણે આસીમ મુનીર પર સીધો કેસ કર્યો હતો
- Asia cup: સરકારે ભારત-પાકિસ્તાન મેચને લીલી ઝંડી આપી, એશિયા કપમાં મેચ યોજાશે
- Rajkot: ઇન્ફ્લુએન્સર જન્નત મીરનો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા
- Rekha Gupta: મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલા બાદ પોલીસ કમિશનરને હટાવાયા, IPS સતીશ ગોલચા નવા CP બનશે