Rajkot : જામકંડોરણા શહેરના નગરનાકા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે વાહનોમાં તોડફોડની ઘટના બની છે. આરોપ છે કે ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા ગોપાલ રાદડિયા અને અન્ય 5થી7 લોકોએ પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરી છે.
આ ઘટના 19 એપ્રિલની રાત્રિએ બની હતી, જ્યારે મંદિરમાં પૂજારી પરિવારની માત્ર મહિલાઓ હાજર હતી. આ દરમિયાન બીભત્સ ગાળો બોલી અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
પરિવારે રાજકોટ ગ્રામ્ય એસ.પી.ને લેખિતમાં રજૂઆત કરી છે અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે. છતાં, આરોપ મુજબ હજુ સુધી કોઈ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.
આ મામલો અત્યારે ગંભીર બન્યો છે. ખાસ કરીને સ્ત્રીઓની હાજરીમાં અપમાનજનક વર્તન થતું હોય ત્યારે આ મામલે કાર્યવાહી જરૂરી બની છે.
આ પણ વાંચો..
- China: ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પીએમ મોદીને મળ્યા, તેમને SCO સમિટમાં આમંત્રણ આપ્યું
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં AAP વિપક્ષી ઉમેદવારને ટેકો આપશે
- Mumbai: વીજળી વગર રસ્તાની વચ્ચે જ મોનોરેલ બંધ થઈ; ક્રેન દ્વારા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
- Donald trump: ડોનાલ્ડ ટ્રમ્પના ગુરુ કોણ છે? કોની સલાહ પર ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો હતો
- NCERT ઓપરેશન સિંદૂર પર ખાસ મોડ્યુલ રજૂ કરે છે; ધોરણ 3 થી 12 સુધીના પુસ્તકોમાં શામેલ છે





