Rajkotથી ક્રિશ પટેલ દ્વારા..
Rajkot : કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગોંડલમાં આવેલા વિધાનસભાનાં વિપક્ષી નેતા અમિત ચાવડાએ કહ્યુકે ગુજરાત માં ગુંડારાજ ચાલે છે. ખેડુતો દુખીછે. પ્રજા પરેશાન છે. તેનો અવાજ કોંગ્રેસ બનશે.સંગઠન સૃજન અભિયાન જીલ્લા સંગઠન માટેનુ અભિયાન છે. સંગઠન અભિયાનનો હેતુ સામાન્ય લોકોનું રાજ આવે તેવુ અભિયાન છે.

તેમણે ગોંડલ માં આજે અલ્પેશ કથીરિયાની મુલાકાતને ભાજપની આંતરિક ગેંગવોર ગણાવી હતી. ગૃહમંત્રી નાના નાના વરઘોડા કાઢેછે. તો ગોંડલ માં ગુંડાઓનો વરઘોડો કેમ નથી કાઢતા તેવો સવાલ ઉઠાવ્યો હતો. અમીત ચાવડાએ કહ્યુ કે રાહુલ ગાંધી બીજી આઝાદીની લડાઇ લડી રહ્યા છે. ભાજપવાળા કાળા અંગ્રેજો છે. ગુજરાત માં અંગ્રેજ સાશન ચાલે છે.
રાહુલ ગાંધીએ મોદીની આંખમાં આંખ મિલાવી કહ્યુ કે 2027 માં ગુજરાત માં ભાજપને હરાવીશુ અને ગુંડારાજ ખત્મ કરીશુ.
અમીત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે ભાજપ નાં પાપ નો ઘડો ભરાઇ ગયોછે.ઘડામાં કાંકરી મારવાનું કાર્ય કોંગ્રેસ કરશે.લોકો ધરાઇ ગયાછે.કોંગ્રેસ તરફ આશા રાખી બેઠા છે. યતિષભાઈ દેસાઈએ ગોંડલ માં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ સંઘર્ષ કરી રહ્યાનું જણાવ્યુ હતુ. યતિષભાઈ દેસાઈ એ ગોંડલ માં અલ્પેશ કથીરિયાની રેલીને પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ કોંગ્રેસ નુ કાવતરુ હોવાનુ કહ્યુ હોય તે અંગે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે જયરાજસિહ તમે પુત્ર પ્રેમ મુકી ગોંડલ પ્રત્યે ધ્યાન આપો અને કોંગ્રેસ ને બદનામ કરવાનુ બંધ કરો.

સંગઠન સૃજન અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠક માં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ વસોયા, રાજસ્થાન સાંસદ હરિશ્ર્ચંદ્રસિંહ મીણા,માજી મંત્રી ડો.વારોતરીયા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
આ પણ વાંચો..
- જો આપણે PoK તરફ નજર કરીશું તો આપણે ચીન સાથે લડવું પડશે… અખિલેશે પહેલગામ હુમલા પર કહ્યું
- અમે લોકોને ફોન કર્યા, પણ પાછા મોકલી શક્યા નહીં… ઓમર અબ્દુલ્લાએ Kashmir નું દર્દ જણાવ્યું
- Gondalમાં ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા અલ્પેશ કથિરિયાના કાફલા પર હુમલો, 10 અટકાયત
- Rajkot : ગોંડલની ઘટના ભાજપની ગેંગવોરનો ભાગઃ અમિત ચાવડા
- LoC પર પાક. સૈનિકોનો ગોળીબાર, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ