Rajkotથી કૌશલસિંહ સોલંકીનો રીપોર્ટ…
Rajkot : માનવ સેવા યુવક મંડળની રજૂઆતને સફળતા મળી છે. અન્ય સરકારી હોસ્પિટલને ઉપયોગ માટે અપાયેલા તબીબી સાધનો પરત મંગાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલમાં અંતે ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક કરી દેવામાં આવી છે. આ અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા તથા ભોલાભાઈ સોલંકી દ્વારા રાજયના મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરવામાં આવી છે. જેને સફળતા મળી છે. આ ડોકટરોની નિમણુંક કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવેલ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ચાર નિષ્ણાત ડોકટરોની નિમણુંક કરાયેલ છે. જેમાં ડો. જેનીષ કથીરીયા એમ.ડી. ફીઝીશ્યન જે. ડાયાબીટીસ બી.પી. કમળો હૃદયને લગતી બીમારીઓ તેમજ જુદા જુદા પ્રકારના તાવ પેરાલીસીસ, ન્યુમોનીયા, ટીબી સહિતના દર્દીઓને સારવાર આપશે.
તેમજ એમ.ડી. પેથોલોજીસ્ટ ડો. ભૂમિકા વોરા અને રેડીયોલોજીસ્ટ ડો. હેમજીત શાહ અને આંખના ડો. અર્મીતાબેન મીસ્ત્રી અને એનેસ્થેટીક આ ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક થતા દર્દીઓને સેવાનો લાભ મળશે.
આ પણ વાંચો..
- By election: કડી-વિસાવદર પેટાચૂંટણી 10 મે સુધીમાં જાહેર થવાની શક્યતા, જાણો પ્રચારના પ્રયાસોની સ્થિતિ
- આવનારી મહાનગરપાલિકા અને વિધાનસભા ચૂંટણી માટે બનાવી મહત્વપૂર્ણ રણનીતિઓ: AAP
- Cyber Crime : લેપટોપ અને શેરબજારના નામે ઓનલાઈન ગઠિયાઓએ નાણાં પડાવ્યા, તમે પણ ચેતી જજો…
- પૂર્વ IPS Sanjiv Bhattને સુપ્રીમ કોર્ટમાંથી લાગ્યો ઝાટકો, ન આજીવન કેદની સજા સ્થગિત થઈ; ન મળ્યા જામીન
- Rajkot : ઉપલેટામાં સ્માર્ટ મીટર સામે કોંગ્રેસનો વિરોધ: વીજ કંપનીના ડે.ઇજનેરને આવેદનપત્ર