Rajkot : ગોવાથી 8748 દારૂની બોટલ ભરીને રાજસ્થાની ટ્રક ચાલક રાજકોટ પહોંચે તે પહેલાં જ નવસારી પાસે દબોચાયો: રૂ.1.30 કરોડનો મુદ્દામાલ કબ્જે, નવસારી એલસીબી ટીમને મળી સફળતા
દારૂની હેરાફેરી બેરોકટોક થાય છે તે ફલિત થતું રહ્યું છે ત્યારે રાજકોટ આવતો રૂ. 1.04 કરોડનો વિદેશી દારૂ ભરેલો ટ્રક નવસારીથી પકડયો છે. નવસારી એલસીબી ટીમે બાતમીના આધારે ગોઠવેલી વોચ દરમિયાન શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા પૂઠાના બોક્સમાં છુપાવેલો 729 પેટી દારૂ મળી આવ્યો હતો.
દરોડાની વિગત મુજબ, નવસારી પોલીસને બાતમી મળી હતી કે, એક કન્ટેનર ટ્રકમાં ગોવાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે નં.48 ઉપર વલસાડથી ચીખલી વાયા નવસારી થઈ સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે નવસારીની હદમાં નેશનલ હાઈવે નંબર 48 મુંબઈ થી અમદાવાદ જતા રોડ ઉપર વોચ ગોઠવી કન્ટેનર ટ્રકને ઝડપી પાડયો હતો.
પોલીસે તેમાં તપાસ કરતા 729 પૂઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 8748 બોટલ જેની કિંમત 1,04,97,600 મળી આવી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો, કન્ટેનર, એક મોબાઈલ તેમજ આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલા રોકડા રૂપિયા 1900 સહીત કુલ 1,30,40, 500 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યોહતો.
આ ઘટનામાં પોલીસે રાજસ્થાનના વતની ડુંગરસિંહ પ્રતાપસિંહ ચૌહાણ (ઉ.46) નામના ટ્રક ચાલક ઝડપી પાડયો છે. જયારે આ ઘટનામાં સુરેન્દ્ર હજારીસિંગ રાજપૂત અને સતુભાઇ ઉર્ફે બાપુ ઉર્ફે બુઢોને વોન્ટેડ જાહેર કરી. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય બાબત છે કે, પોલીસે ચાલકની પૂછપરછ કરતા દારૂનો જથ્થો રાજકોટ લઈને આવવાનો હતો તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચો..
- ચશ્મા આપવાની ના પાડતા Patanમાં દલિત યુવક પર હુમલો, જાતિવાદી અપશબ્દોનો કર્યો ઉપયોગ
- સીજી રોડ પર રોડ કરતા ફુટપાથ મોટો, AMCની અણઆવડતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું : Vijay Patel AAP
- CM Bhupendra Patelની ખેડૂતો અને સામાન્ય નાગરિક પરિવારોની સમસ્યા નિવારણની આગવી સંવેદનશીલતા
- Horoscope: 23 જાન્યુઆરીએ 12 રાશિઓ માટે દિવસ કેવો રહેશે, જાણો તમારું રાશિફળ
- Indigo: ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ ધમકી, શૌચાલયમાં પત્ર મળ્યો, પુણે એરપોર્ટ પર સલામત ઉતરાણ





