Rajkotથી કૌશલસિંઘ સોલંકીનો રીપોર્ટ..
Rajkot : આજે કોંગ્રેસ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરી ડે. ઈજનેરને આવેદનપત્ર આપ્યુ હતુ. આ વખતે માર્કસવાળી સામ્યવાદી પક્ષ પણ આયોજનપત્ર આપવામાં જોડાયો હતો શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ જણાવેલ હતું કે સ્માર્ટ મીટર એ એક ઇલેક્ટ્રોનિક ગેજેટ છે. જેમાં ગમે ત્યારે કમાન્ડ આપી અને ગેરરીતી કરી શકાય અને આવી ગેરરીતી કંપની કરશે તો તેમનો ડામ સીધો ગ્રાહકોને આવશે હાલની પદ્ધતિમાં કોઈ વાંધો છે નહીં, પરંતુ સ્માર્ટ મીટરને નામે લોકો પાસેથી એડવાન્સ વીજ બિલ લેવાની પીજીવીસીએલ કંપનીની દાનત છે. આવી ફરિયાદ આવતા અમે આજે સ્માર્ટ મીટર નો વિરોધ કરી જીઇબી ના ડેપ્યુટી એન્જિનિયર ને સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવા માટે આવેદનપત્ર પાઠવ્યુ છે.
શહેર કોંગ્રેસના આગેવાનો લક્ષ્મણભાઈ ભોપાળા ગુલામ રસુલભાઇ, કમલેશભાઈ વ્યાસ રેખાબેન મકવાણા તાલુકાના કોંગ્રેસના આગેવાનો લાખાભાઈ ડાંગર જયદેવસિંહ વાળા ધર્મેન્દ્રસિંહ વાઘેલા રસિકભાઈ ભાષા નારણભાઈ આહીર જ્યારે સામ્યવાદી પક્ષના ડાયાભાઈ ગજેરા વિનુભાઈ ઘેરવડા દેવેનભાઈ વસોયા સહિતના અનેક આગેવાનોએ પીજીવીસીએલ કચેરીએ જય સૂત્રોચાર કરી આવેદનપત્ર આપી સ્માર્ટ મીટરનો વિરોધ કરેલો હતો.
સમગ્ર ગુજરાતમાં પીજીવીસીએલ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે તે મુજબ ઉપલેટામાં પણ આ કામગીરી ચાલુ કરતા તેમનો વિરોધ ઉઠવા પામેલ હતો સ્માર્ટ મીટર નો સમગ્ર ગુજરાતમાં વિરોધ થતાં પીજીવીસીએલ કંપની ધીમી ગતિએ આયોજન બધ્ધ તે કામગીરી કરતા પ્રથમ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવેલા હતા.
ત્યારબાદ હવે ઔદ્યોગિક અને કોમર્શિયલ મિલકતોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરતા લોકો સ્માર્ટ મીટર નો વિરોધ કરતા થયા છે કોંગ્રેસ પાસે પણ આવી ફરિયાદો આવતા ઉપલેટા શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભુપતભાઈ કનેરીયાની આગેવાની મા પીજીવીસીએલ કંપની સૂત્રોચાર કરી અને આવેદનપત્ર આપેલ હતુ.
આ પણ વાંચો..
- ન્યાય હંમેશા મળે છે… Ajaz khanની પત્ની 6 મહિના પછી જેલમાંથી મુક્ત, ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી
- Canada: ચૂંટણી પરિણામો વચ્ચે કેનેડાથી ભારત માટે આવ્યા ખરાબ સમાચાર, પંજાબના નેતાની પુત્રીનો મૃતદેહ મળ્યો
- India-Pakistan war ના કારણે ગુજરાતીઓએ ચારધામ યાત્રા રદ કરી, શું કહે છે ટુર ઓપરેટરો?
- By election: કડી-વિસાવદર પેટાચૂંટણી 10 મે સુધીમાં જાહેર થવાની શક્યતા, જાણો પ્રચારના પ્રયાસોની સ્થિતિ
- આવનારી મહાનગરપાલિકા અને વિધાનસભા ચૂંટણી માટે બનાવી મહત્વપૂર્ણ રણનીતિઓ: AAP