Rajkot: ઉત્તરાયણ નજીક આવતા હવે પતંગને લઈને અકસ્માતની ઘટનાઓ છાશવારે બનતી રહેશે. હાલમાં જ રાજકોટથી ઉત્તરાયણ પહેલા સૌથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. 

પતંગ લેવા જતાં 11 વર્ષના બાળકનું કાળજુ કંપાવી દેનારું મોત થયુ છે. શાપરમાં બાળક ધાબા પરથી પતંગ લેવા જતો હતો ત્યારે કમનસીબે ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલ પરથી પતંગ લેવા જતાં ભડથું થયો. 

બાળકની સ્થિતિ ખૂબ ખરાબ બની હતી અને વીજ લાઈન ચાલુ હોવાથી કિશોર સ્થળ પર જ ભડથું થયો હતો. પુષ્પવીર શર્મા નામના કિશોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું. મૂળ પશ્ચિમ બંગાળના અલીપુરના રહેવાસી કિશોરનું કમકમાટી ભર્યું મોત થયુ છે.

કારખાના દીવાલની તદન નજીક ટી.સી. છે, પીજીવીસીએલએ આટલી નજીક નાખ્યું કે પછી કારખાનેદારે ગેરકાયદે બાંધકામ આગળ ખેંચ્યું તે તપાસનો મુદ્દો છે. પણ ફરી કોઈ અકસ્માત ન સર્જાય તે માટે કારખાનેદાર અને પીજીવીસીએલે યોગ્ય પગલાં લેવા જોઈએ.