Rajkot : ગોંડલના વેપારીના 30 ટન ઘઉં બારોબાર વેંચી નાંખી મુંબઈના કમીશન એજન્ટ, ટ્રાન્સપોર્ટના માલિક અને ટ્રક ચાલકે રૂ.9.30 લાખની છેતરપીંડી આચરી હતી. ટ્રક સુરત પાસેથી રેઢો મળી આવતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી હતી.
બનાવ અંગે Rajkotના ગોંડલમાં રાજલકઝરીયર્સ માલધારી હોટલ પાછળ રહેતાં મયુરભાઈ હસમુખભાઈ ભાલાળા (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મશરૂરઅલી સજનુદિન, પ્રિયા ટ્રાન્સપોર્ટના માલીક સુરેશ મતાફેર ચૌરાસીયા (રહે.મુંબઈ) અને કમીશન એજન્ટ હિંમત ગોરીનું નામ આપતાં ગોંડલ બી.ડિવિઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓને જામવાડી જીઆઇડીસી, ગંગોત્રી સ્કુલ સામે નેશનલ હાઇવે ઉપર અનાજ સાફ સફાઈનુ ગણેશ એગ્રી શોર્ટટેક્સ નામન કારખાનું આવેલ છે. જેમા તેમના પિતા તથા મેરૂભાઈ ડેવ રાજસ્થાની ભાગીદાર છે. તેમજ ફરીયાદી કારખાનામા દેખરેખ તેમજ હીસાબ કિતાબ જોવાનું કામકાજ કરે છે.
નંબર આપ્યો અને જણાવ્યુ કે..
ગઇ 28/03/2025 ના મુંબઈ ના અનાજના દલાલ ચેતનભાઈ તુલસી ટ્રેડીંગ વાળા હસ્તક હીમત કોર્પોરેશન વાસી માર્કેટી મુંબઈ વાળાને 15 ટન ઘઉં તથા મહેક એન્ટરપ્રાઇઝને 09 ટન ઘઉં, રજની ટ્રેડીંગને 06 ટન ઘઉં મોકલવાના હોય જેથી ચેતનભાઈ સાથે ટ્રાન્સપોર્ટ બાબતે વાત થતા તેમને હીમત ગૌરીના નંબર આપેલ અને કહેલ કે, આ હીમત ગાડી ભાડે બાંધી આપવાનુ કામ કરે છે.
9.30 લાખના બિલ સાથે 30 ટન ઘઉં ભરી નીકળ્યો
તેઓએ તેમને ફોન કરતા તેમને પ્રીયા ટ્રાન્સપોર્ટ વાળા સુરેશભાઈ ચૈગરસીયાની ગાડી ભાડે બાંધી આપેલ જેથી તા. 28/03/2025 ના રાત્રી ના પ્રીયા ટ્રાન્સપોર્ટ વાળા સુરેશ ચૌરાસીયાનું કન્ટેનર નં. એમએચ 46 બીબી 2995 કારખાને આવેલ અને ટ્રક કારખાને આવતા ડ્રાઇવરનુ નામ પુછતા પોતાનુ નામ મશરુમઅલી સજનુદીન તરીકે ઓળખ આપેલ અને કહેલ કે, મને પ્રીયા ટ્રાન્સપોર્ટમાથી મોકલેલ છે, અમારે વાસી માર્કેટનો માલ ભરવાનો છે, જેથી હીમત ગોરીનો મેસેજ આવેલ હોય જે મેસેજ સાથે ગાડી વેરીફાય કરતા તે કારખાને આવેલ ટ્રક જ હોય જેથી ક્ધટેનરમાં ઘઉં 30 ટન ભરી આપેલ હતા. તેનુ બીલ રૂ.9.30 લાખ બનાવેલ હતુ બાદ ડ્રાયઇવર આ ક્ધટેનર લઈ નીકળી ગયેલ હતો.
ખોટા વાયદા આપતા શંકા ગઈ
બાદ તા. 31/03/2025 ના ચેતનભાઈને પુછેલ કે, ઘઉં ભરેલ ક્ટેનર પહોંચી ગયેલ કે કેમ જેથી તેમને કહેલ કે, ગાડી હજી સુધી મુંબઇ વાસી માર્કેટમાં આવેલ નથી. જેથી તુરત જ હિંમતભાઈને ફોન કરેલ અને કન્ટેનર બાબતે પુછેલ જેથી જણાવેલ કે, ઇદના તહેવાર નીમીતે ટ્રકનો ડ્રાઇવર રોકાઈ ગયેલ છે, બાદ ફરીથી તા.01/04 ના ચેતનને ફોન કરી ઘઉના કન્ટેનર બાબતે પુછતા કહેલ કે, ગાડી હજી સુધી પહોંચેલ નથી. જેથી હિંમતને ફોન કરી ગાડી બાબતે પુછતા તેમણે જણાવેલ કે, ઈદનો તહેવાર હોય જેથી ગાડીનો ડ્રાઇવર રોકાય ગયેલ છે, ગાડી આવી જશે તેમ કહી ખોટા વાયદા આપતા હોય અને ગલ્લા તલ્લા કરવા લાગેલ અને ગાડી બાબતે ફરી પુછતા હીમતએ જણાવેલ કે, ગાડી કયા રોકાયેલ છે, તે મને ખબર નથી અને તેના ડ્રાયવરનો ફોન પણ લાગતો નથી.
ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ
બાદમાં ફરીયાદીએ પોલીસમાં અરજી કરતાં પોલીસ દ્રારા જાણાવા મળેલ કે, ટ્રક કન્ટેનર જે 30 ટન ઘઉં ભરીને ગયેલ હતો તે કીમ જીઆઇડીસી (સુરત) પાસે ખાલી હાલતમાં નેશનલ હાઇવે ઉપરથી મળી આવેલ છે, જેથી મુંબઈના હીમત ગોરી, પ્રીયા ટ્રાન્સપોર્ટ વાળા સુરેશ ચૈરાસીયા તથા ટ્રક કન્ટેનરનો ચાલક મશરુમઅલી સજનુદીનએ છેતરપીંડી કરવાના ઇરાદે અગાઉથી પ્લાન બનાવી એક બીજા સાથે મળી 30 ટન ઘઉં રૂ. 9.30 લાખના ભરી લઇ જઈ બારોબાર વહેચી નાખી ટ્રક ખાલી હાલતમા રોડ ઉપર મુકી છેતરપીંડી કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો..
- China: ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પીએમ મોદીને મળ્યા, તેમને SCO સમિટમાં આમંત્રણ આપ્યું
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં AAP વિપક્ષી ઉમેદવારને ટેકો આપશે
- Mumbai: વીજળી વગર રસ્તાની વચ્ચે જ મોનોરેલ બંધ થઈ; ક્રેન દ્વારા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
- Donald trump: ડોનાલ્ડ ટ્રમ્પના ગુરુ કોણ છે? કોની સલાહ પર ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો હતો
- NCERT ઓપરેશન સિંદૂર પર ખાસ મોડ્યુલ રજૂ કરે છે; ધોરણ 3 થી 12 સુધીના પુસ્તકોમાં શામેલ છે





