Rajkotની સાથે સાથે સમગ્ર દેશમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક જગ્યાએ લોકો ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ Rajkotના સરવૈયા પરિવાર માટે ખુશીનો આ તહેવાર શોકમાં ફેરવાઈ ગયો હતો.

હકીકતમાં, ગુરુવારે રાત્રે 3 વાગ્યા પછી રાજકોટના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં ફટાકડા ફોડવાના મુદ્દે થયેલી અથડામણ લોહિયાળ બની હતી. જેમાં રાજકોટના પંજાબી ઢાબાના સંચાલક અમનદીપ ઉર્ફે બાલીએ કાર્તિક સરવૈયા, કેતન વોરા અને પ્રકાશ સરવૈયા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં કાર્તિક સરવૈયા નામના યુવકનું મોત થયું હતું. જ્યારે પ્રકાશ સરવૈયા અને કેતન વોરાને ઇજા થતાં તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્ત મિત્રોએ જણાવ્યું કે બંને જૂથો રાત્રે ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારબાદ અમનદીપના મિત્રો કાર્તિક અને તેના મિત્રો પર વારંવાર ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારબાદ કાર્તિક અને પ્રકાશે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો તે દરમ્યાન બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી.

પછી બધા ત્યાંથી ચાલ્યા ગયા પરંતુ અચાનક અમનદીપ તેની કાર લઈને આવ્યો હતો અને કાર્તિક અને તેના મિત્રો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કાર્તિકનું મોત થયું હતું.