Rajkot viral Video: ગુજરાતના રાજકોટ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોમવારે સાંજે લગભગ 7.30 વાગ્યે, ગોકુલધામ સોસાયટીમાં એક મહિલાએ પોતાના બાળકને ઇમારતની છત પરથી લટકાવી દીધું. આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલા બાળકના પિતાએ છત પરથી લટકતા બાળકને બહાર કાઢ્યું અને તેનો જીવ બચાવ્યો. લાંબા સમય સુધી મહિલા અને તેના પતિ બાળક માટે ઝઘડતા રહ્યા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાની માહિતી આપતા સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે ગુસ્સે થયેલી મહિલાએ તેના બાળકને ઇમારતની છત પરથી ઊંધું લટકાવી દીધું. જ્યારે બાળકના પિતાને આખી ઘટનાની ખબર પડી, ત્યારે તે તરત જ છત પર ગયો અને લટકતા બાળકને ખેંચીને તેનો જીવ બચાવ્યો. મળતી માહિતી મુજબ મહિલાનો તેના પાડોશી સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. તે ગુસ્સામાં મહિલા તેના બાળકને છત પરથી ફેંકી દેવા જઈ રહી હતી.

મહિલા અને તેનો પરિવાર એક વર્ષથી આ ઘરમાં રહે છે. તેઓ ભાડા પર રહે છે અને મૂળ રીતે સ્થળાંતરિત છે. પોલીસે પતિ-પત્ની વચ્ચેના ઘરેલુ વિવાદની પણ તપાસ શરૂ કરી છે. વાયરલ વીડિયોના આધારે માલવિયા નગર પોલીસે પતિ-પત્નીના નિવેદનો પણ નોંધ્યા છે. આ વીડિયો જોયા પછી લોકો ચોંકી ગયા છે. ઘટના બાદ ઘરનો માલિક પણ દોડી આવ્યો અને પરિવારને ઘર ખાલી કરવાની નોટિસ આપી.

પતિ-પત્ની વચ્ચે ઝઘડો હોય પાડોશી સાથે હોય કે બાળક મુશ્કેલીનું કારણ હોય માતા ગુસ્સે થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ રીતે પોતાના બાળકના જીવને જોખમમાં મૂકવાને ક્યારેય યોગ્ય ન માની શકાય. આ વીડિયો વાયરલ થયા પછી લોકો માતાની ટીકા કરી રહ્યા છે. બીજી તરફ મહિલાના પરિવારે આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.