Rajkotથી ક્રિશ પટેલનો અહેવાલ..

Rajkot : જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.  આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિદ્યાર્થીઓને એકાગ્ર ચિત્તે અભ્યાસ કરવા અને જીવનમાં લક્ષ્ય નક્કી કરીને કારકિર્દીમાં આગળ વધવા જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સૌથી વધુ સરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે, જેમાં શાળાઓના અદ્યતન અને સગવડ વાળા મકાનો, કોમ્પ્યુટર લેબ, ડિજિટલ બોર્ડ સહિતની  માળખાકીય સુવિધાઓ છે. તથા રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ, એસ.ટી.ના પાસ, નમો લક્ષ્મી જેવી અનેકવિધ યોજનાઓ અમલીકૃત છે. ઉપરાંત, જસદણ અને વિંછીયા તાલુકાના આઈ. ટી.આઈ. ખાતે વિવિધ કોર્ષમાં એડમિશન અંગે જરૂરી માહિતી આપી હતી. 

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાઓએ માહિતી ખાતા દ્વારા દ્વારા પ્રકાશિત થતાં ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર અને  અન્ય યોજનાકીય પ્રકીર્ણ સાહિત્ય નો લાભ લેવા અપીલ કરી હતી. મંત્રીએ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવવા વાલીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. 

Rajkotના આ કાર્યક્રમમાં શિક્ષણવિદ્ ગિજુભાઈ ભરાડે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આજની સદી વિજ્ઞાનની સદી છે. સરકારની નવી શિક્ષણ નીતિમાં થયેલા ફેરફારના લીધે શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવી શકાયો છે. ધોરણ 10 અને 12 પછી કારકિર્દીમાં વિજ્ઞાન ખૂબ જ ઉપયોગી છે.  છેવાડાના માનવી સુધી વિજ્ઞાન અંગે પાયાની માહિતી મળી રહે તેની જવાબદારી આપણા સૌની છે.

આ પણ વાંચો..